03, જુલાઈ 2025
જમ્મુ |
1881 |
અમરનાથમાં પહેલી આરતી થઈ: અત્યાર સુધી 3.5 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું
આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે બાબા અમરનાથની પહેલી આરતી કરવામાં આવી હતી. પહેલું ગ્રુપ બાલતાલ અને નુનવાન પહલગામ)બેઝ કેમ્પથી અમરનાથ ગુફા જવા માટે રવાના થયું. આ દરમિયાન, ભક્તો 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે' ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ.
બુધવારે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા જમ્મુના ભગવતી નગર કેમ્પથી 5,892 યાત્રાળુઓના પ્રથમ ગ્રુપને લીલી ઝંડી આપી હતી. આ લોકો બપોરે કાશ્મીર પહોંચ્યા હતા. જ્યાં વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતુ.
38 દિવસની આ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી નીકળશે. આ યાત્રા 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. ગયા વર્ષે આ યાત્રા ૫૨ દિવસ ચાલી હતી અને 5 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા. આ વર્ષે, અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.