03, જુલાઈ 2025
ગાંધીનગર |
2079 |
શાળાઓમાં રજા જાહેર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા કેટટલાક દિવસોથી મેધરાજા જોરદાર બેટીંગ કરી રહ્યાં છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ધમરોળ્યા બાદ હવે બનાસકાંઠામાં મેધરાજાએ ડોરદાર બેટીંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો છે. જ્યારે પાલનપુરમાં 6.1 ઇંચ, દાંતીવાડામાં 6.0 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે તંત્ર દ્વારા શાળાઓમાં રજા કરવામાં આવી છે.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના ધાનેરામાં 3.86 ઇંચ, વડગામમાં 1.97 ઇંચ, ડીસામાં 1.89 ઇંચ, દાંતીવાડામાં 0.83 અને પાલનપુરમાં 0.79 ઇંચ વરસાદ ખાબક્યો છે. હજુ પણ બનાસકાંઠાના કેટલાક તાલુકાઓમાં વરસાદ ખાબકીરહ્યોછે.
ભારે વરસાદના કારણે આજે પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.