03, જુલાઈ 2025
કેલિફોર્નિયા |
2277 |
લૂંટારૂ મિનિટોમાં લાખોના દાગીના સાથે ફરાર
કેલિફોર્નિયાના સનીવેલમાં એક ગુજરાતી જ્વેલર્સને ત્યાં લૂંટ કરવામાં આવી હતી. લૂંટારાઓ ફિલ્મી ઢબે આવીને ગાડી સીધી જ દુકાનની અંદર ઘુસાડી દીધી. માત્ર 90 સેકન્ડમાં લાખોના દાગીના લૂંટીને ફરાર પણ થઈ ગયા. ધોળા દિવસે આ થયેલી લૂંટના કારણે સ્થાનિકો અને દુકાનદારોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રવિવારે યુએસના સમય મુજબ બપોરે 2:45 વાગ્યે ઇસ્ટ અલ કેમિનો રીઅલ પર આવેલી ગુજરાતી માલિકની મનીષા જ્વેલર્સ નામની દુકાનને લૂંટારાઓએ નિશાનો બનાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. લૂંટારાઓ ગાડીમાં આવીને ગાડી સીધી દુકાનની અંદર ઘુસાડી દે છે. વાહન અંદર ઘુસ્યા બાદ આ લૂંટારાઓ દુકાનની અંદર આવી જાય છે અને હથોડી વડે શોકેસ તોડી નાંખે છે અને ત્યાં પડેલા તમામ દાગીના લઈને નસી જાય છે. ફક્ત 90 સેકન્ડની અંદર લૂંટારૂઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો.
લૂંટારાઓ જે ગાડી લઈને આવ્યા હતા તે પણ ચોરીની હતી અને આ ગાડી તેઓ ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના દરમિયાન દુકાનની અંદર હાજર માલિકને ઈજા પહોંચી હતી.