03, જુલાઈ 2025
બામાકો |
2178 |
ભારત સરકાર એક્શનમાં, સુરક્ષિત મુક્તિ માટે પગલા લેવા અપીલ
પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. ભારત સરકારે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી માલી સરકારને તેમની તાત્કાલિક અને સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તમામ
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 1 જુલાઈના રોજ કેટલાક સશસ્ત્ર હુમલાખોરોએ માલીના કાયસમાં ડાયમંડ સિમેન્ટ ફેક્ટરી પર સંયુક્ત રીતે હુમલો કર્યો અને ત્યાં કામ કરતા ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું હતું. અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠન 'જમાત નુસરત અલ-ઇસ્લામ વાલ મુસ્લિમીને માલીમાં અપહરણ અને અન્ય હુમલાઓની જવાબદારી સ્વીકારી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે માલીની રાજધાની બામાકોમાં ભારતીય દૂતાવાસ સ્થાનિક વહીવટીતંત્ર, કાયદા અમલીકરણ એજન્સીઓ અને સિમેન્ટ ફેક્ટરી મેનેજમેન્ટ સાથે સંપર્કમાં છે. ઉપરાંત, અપહરણ કરાયેલા ભારતીયોના પરિવારોને પણ પ્રત્યેક સ્થિતી અંગેને જાણ કરાઈ રહી છે.