03, જુલાઈ 2025
બર્મિંગહામ |
2376 |
ઈંગલેન્ડમાં ટેસ્ટ સિરીઝની પહેલી અને બીજી મેચમાં સદી ફટકારનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો
શુભમન ગિલે બુધવારે એજબેસ્ટન ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝની પહેલી અને બીજી મેચમાં સેન્ચુરી ફટકારનાર નવમો અને બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. સર ડોન બ્રેડમેન (1938), ગેરી સોબર્સ (1966), મોહમ્મદ અઝહરુદ્દીન (1990) અને હવે ગિલ (2025)નો આ ખાસ ક્લબમાં સમાવેશ થાય છે.
શુભમન ગિલે કેપ્ટન તરીકે પોતાની પહેલી બે ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તે આવું કરનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો છે. આ યાદીમાં વિરાટ કોહલી (જેણે કેપ્ટન તરીકે પહેલી ત્રણ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી હતી, વિજય હજારે, સુનીલ ગાવસ્કર, શુભમન ગિલનો સમાવેશ થાય છે. એવામાં હવે જો ગિલ વધુ એક સેન્ચુરી ફટકારે છે, તો તે કોહલીના રેકોર્ડની બરાબરી કરી શકે છે.
શુભમન ગિલે હેડિંગ્લી ખાતેની પહેલી ટેસ્ટમાં 147 રન બનાવ્યા બાદ, તેણે બીજી ટેસ્ટ ના પહેલા દિવસે અણનમ 114 રન બનાવ્યા. જ્યારે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે તેની ઇનિંગે ભારતને 310/5 સુધી પહોંચાડ્યું હતુ.