03, જુલાઈ 2025
નવી દિલ્હી |
2277 |
કેટલાક પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કાલે દેખાવા લાગ્યાં હતા
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. આ દરમિયાન, કેટલાક પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કાલે દેખાવા લાગ્યા હતા, પરંતુ આજે ફરી કેટલાક એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતીયોને દેખાવાના બંધ થઈ ગયા છે.
આજે સવારે માહિરા ખાન, માવરા હોકેન, યુમના ઝૈદી, હાનિયા આમિર અને ફવાદ ખાન જેવી પાકિસ્તાની સેલિબ્રિટીઓના ઈન્સ્ટાગ્રામ અને એક્સ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનિય છે કે, ગઈકાલેજ સબા કમર, માવરા હોકેન, શાહિદ આફ્રિદી, અહદ રઝા મીર જેવા પાકિસ્તાની સેલિબ્રિટીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ભારતમાં ફરી દેખાવા લાગ્યા હતા. આ ઉપરાંત, હમ ટીવી, આરવાય ડિજિટલ અને હર પલ જિયો જેવી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પણ એક્સેસ કરવામાં આવી રહી હતી. પરંતુ ગુરુવારે સવારે, ભારતમાં આ સેલિબ્રિટીઓના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર ફરી પ્રતિબંધ લાદી દેવાયાની ચર્ચા છે.