ગુજરાતમાં 24 કલાકમાં 32 જિલ્લાના 89 તાલુકામાં વરસાદ
02, જુલાઈ 2025 ગાંધીનગર   |   2871   |  

કપરાડામાં 4 ઇંચ, અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન 32 જિલ્લાના 89 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યાં મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, તાપીના ડોલવણમાં 2.5 ઇંચ, ડાંગના સુબીર તાલુકામાં 2 ઇંચ વરસાદ ઉપરાંત ઉમરગામ અને ધરમપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે મંગળવારે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાતમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ઉપરાંત રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર હોવાનું જણાવ્યું હતુ.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution