02, જુલાઈ 2025
વડોદરા |
2772 |
જિલ્લાના વાધોડિયા અને ડભોઈ તાલુકામાં પણ દીપડા દેખાયા હતા
વડોદરા નજીકના રાયકા ગામે રાત્રે દિપડાએ સીમમાં દેખા દેતા ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
વડોદરાની આસપાસના તાલુકાઓમાં દીપડા વારંવાર ત્રાટકતા હોય છે અને પશુનું મરણ કરતાં હોય છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કેટલાક સ્થળે પાંજરા મૂકીને દીપડાને પકડવામાં પણ આવ્યા હતા. જેમાં સૌથી વધુ દીપડા વાઘોડિયા અને ડભોઇ તાલુકામાં દેખાયા હતા.
થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર વડોદરા તાલુકાના રાયકા ગામે દીપડાએ ગઈ રાતે દેખા દેતા ગ્રામજનોના ટોળા જામ્યા હતા. ગામની સીમમાં એક સ્થળે છુપાયેલા દીપડાને કોઈ જોઈ જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અને લોકોના ટોળા ભેગા થઈ જતા દિપડો નાસી ગયો હતો. આ બનાવનું વિડીયો રેકોર્ડિંગ ગ્રામજનોએ કરી લીધું હતું.જોકે, ગામમાં દિપડો દેખાદેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.