હવે સ્કૂલોમાં શનિવાર “ બેગ લેસ ડે...”
02, જુલાઈ 2025 અમદાવાદ   |   2970   |  

દરેક શનિવારને હવે આનંદદાયી શનિવાર તરીકે ઉજવાશે

બાળકો ખુશ થઇ જાય તેવા સમાચાર આવ્યા છે. જીસીઇઆરટીએ રાજ્યની તમામ સરકારી તથા ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓમાં ધોરણ 1થી 8ના બાળકોના મનોશારીરિક વિકાસ તથા રમત ગમત-યોગ, સુર્ય નમસ્કાર, ચિત્ર સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તીઓ દર શનિવારે કરવા સંદર્ભે પરિપત્ર કર્યો છે.

આનંદદાયી શનિવાર અને દફતર વગરના 10 દિવસ દ્વારા બાળકોને નાનપણથી જ શારીરિક પ્રવૃત્તી, યોગ અને શારીરિક રીતે સક્રિય રહેવાની આદત પડે છે જે તેમને આજીવન સ્વસ્થ રહેવામાં મદદ રુપ થશે અને મેદસ્વીતા જેવી સમસ્યાઓથી દૂર રાખશે. બેગલેસ ડે દ્વારા પૂર્વ વ્યાવસાયીક શિક્ષણમાં ધોરણ 6થી 8માં આયોજન અને અમલીકરણનું સુચન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને રોજીંદા જીવનમાં યોગદાન આપતા વ્યવસાયકારો અને વ્યવસાયોનો પરિચય કરાવવા અને બાળકોને વર્ગખંડની બહારની દુનિયા સાથે સંપર્ક કરાવવો, સ્થાનિક વ્યવસાયો, કારિગરો, શિલ્પીઓ, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો વગેરેની જાણકારી આપવાની રહેશે.

ઉપરાંત આનંદદાયી શનિવારમાં સામુહિકી માસ ડ્રીલ જેમકે કસરતો, યોગાસનો, પ્રાણાયામ ને ધ્યાન જેવી પ્રવૃત્તી કરવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક રમતો પ્રોજેક્ટસ, સંગીત તથા ગામના નજીકના સ્થળોની મુલાકાત જેવી પ્રવૃત્તી કરવાની રહેશે

પરિત્રમાં એમ જણાવાયું છે કે, જુલાઇ માસથી આ સત્રના કૂલ 8 શનિવાર આનંદદાયી શનિવાર તથા 4 શનિવાર બેગલેસ ડેની પ્રવૃત્તી કરવા જણાવવામાં આવે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution