02, જુલાઈ 2025
વડોદરા |
3168 |
ગેંડા સર્કલ થી વડીવાડી તરફ જતાં રોડ ઉપર ફરી ભુવો પડ્યો
વડોદરા શહેરમાં આ વખતે ભુવાઓ તેમજ રસ્તાઓ પરના ખાડાઓ વિક્રમ સર્જે તો નવાઈ નહી, શહેરમાં પાલિકા તંત્ર દ્વારા એક સાંધતા તેર તૂટે તેવો ધાટ સર્જાયો છે. ત્યારે ગેંડા સર્કલ થી વડીવાડી તરફ જતાં મુખ્ય માર્ગ ઉપર ફરી ભુવો પડતાં પાલિકા દ્વારા તેને બેરીકેટીંગ કરીને હાલ સંતોષ માન્યો છે.
વડોદરા શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે તેમજ તે પૂર્વે પણ અનેક સ્થળે ભુવાઓ પડવાનો સીલસીલો ચાલું રહ્યો છે. ત્યારે ભુવાઓ તેમજ શહેરનાં મોટાભાગના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરના ટ્રાફીકથી ધમધમતા ગેંડા સર્કલથી વડીવાડી જતાં માર્ગ ઉપર ફરી ભુવો પડતાં લોકોને પાલિકાની કામગીરી સામે આશ્ચર્ય સર્જાયું છે. ઉપરની નાનો દેખાતો આ ભુવો નિચેથી પોલો અને ઉંડો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા હાલતો અહી બેરીકેટીંગ કરીને સંતોષ માન્યો છે. ઉલ્લેખનિય છે કે, શહેરના મોટાભાગના માર્ગો ઉપર પડેલા ખાડાઓનું પેચવર્ક કરવા માટે મ્યુનિ. કમિશનરે સુચના આપી છે.