03, જુલાઈ 2025
બાલી |
2277 |
હજુ 38થી વધુ ગુમ, 23 ને બચાવી લેવાયા
ઈન્ડોનેશિયાના મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળ એવા બાલી નજીક એક બુધવારે રાત્રે 65 જેટલા પર્યટકોને ટાપુ પર લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચારના મૃત્યુ નીપજ્યાં છે, 38 ગુમ છે અને 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
મળતા અહેવાલો મુજબ બોટના મેનિફેસ્ટ ડેટામાં 53 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. સુરાબાયા સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારે રાત્રે 11:20 વાગ્યે ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવાથી દૂર લોકપ્રિય રજા સ્થળ તરફ જતી વખતે બોટ બાલી સ્ટ્રેટમાં ડૂબી ગઈ હતી. આ બોટમાં 14 ટ્રક સહિત 12 વાહનો પણ હતા.
ઉલ્લેખનીય છે કે, 17,000 ટાપુઓ ધરાવતા દક્ષિણપૂર્વ એશિયાઈ દ્વીપસમૂહ ઈન્ડોનેશિયામાં દરિયાઈ અકસ્માતો નિયમિત બને છે.