04, જુલાઈ 2025
ચિકાગો |
2178 |
એક આલ્બમ રીલીઝ પછી આર્ટિસ-લાઉન્જ' નાઇટ કલબ બહાર ડ્રાઈવમાં અચાનક ગોળીબાર થયો
ચિકાગોની એક નાઈટ કલબની બહાર અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં ૩ના મોત થયા હતા અને ૧૬ને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર છે.
આ અંગે મળતી વિગતો મુજબ રેપ્પર મેલો બકઝના આલ્બમના વિમોચન સમયે આ નાઈટ-કલબમાં અનેક લોકો એકત્રિત થયા હતા. આ આલ્બમ રીલીઝ થયું પછી ખાણી-પીણી પણ થઈ. આ આનંદ-પ્રમોદ પૂરો થવા આવ્યો અને કેટલાક ઘર તરફ રવાના થઈ રહ્યાં હાત. ત્યાં જ બહાર કાર પાર્કિંગમાં અંધાધૂંધ ગોળીબાર થતાં ત્રણના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતાં, જયારે અન્ય ૧૬ જેટલાને ઇજાઓ થઈ હતી જે પૈકી કેટલાક ગંભીર છે.
આ સમયે કાર ચલાવી પાર્કિંગ પ્લોટની બહાર જઈ રહેલી એક વ્યકિતએ પોતાના મોબાઈલ ઉપર સમગ્ર ઘટનાક્રમની ફિલ્મ ઉતારી લીધી હતી. જેમાં બંદૂકના અવાજો પણ સંભળાતા હતા. સદ્ભાગ્યે તે કાર આ ગોળીબારવાળા વિસ્તારથી દૂર હતી અને તે બહાર જઈ રહી હતી. ફાયરીંગ કરનાર શખ્સ ઓળખી શકાયો નથી.