05, જુલાઈ 2025
ગાંધીનગર |
2079 |
સુરતના પલસાણામાં 3.7 ઈંચ, બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શનિવારે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરતાંમાં છુટોછવાયો વરસાદ બાદ શુક્રવારે બપોરે વડોદરામાં ધોધમાર વરસાદ થયો હતો.