દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લિઝાદ વિલિયમ્સ દિલ્હી કેપિટલ્સ સાથે જાેડાયા
09, એપ્રીલ 2024 495   |  

મુંબઇ,તા.૮

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લિઝાદ વિલિયમ્સને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. તે ઈંગ્લેન્ડના હેરી બ્રુકના સ્થાને ટીમમાં સામેલ થયો છે. ઇંગ્લિશ બેટ્‌સમેન હેરી બ્રુકે અંગત કારણોસર સિઝનની શરૂઆત પહેલા જ ૈંઁન્માંથી ખસી ગયો હતો. ૨૫ વર્ષીય બ્રુકને છેલ્લી હરાજીમાં દિલ્હી કેપિટલ્સે ૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.ટીમે લિઝાદ વિલિયમ્સને ૫૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર સામેલ કર્યો છે.વિલિયમ્સે ્‌૨૦ ક્રિકેટમાં ૧૦૬ વિકેટ લીધી હતી૨૦૨૧ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, વિલિયમ્સ દક્ષિણ આફ્રિકા માટે બે ટેસ્ટ, ચાર વનડે અને ૧૧ ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ સિવાય લિઝાડ વિલિયમ્સે પોતાની કારકિર્દીમાં કુલ ૮૩ મેચ રમી છે જેમાં તેણે ૧૦૬ વિકેટ ઝડપી છે.જીછ૨૦ લીગમાં ચોથો ટોચનો વિકેટ લેનારલિઝાદ વિલિયમ્સ જીછ૨૦ લીગમાં ચોથો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી લીગમાં વિલિયમ્સે જાેબર્ગ સુપર કિંગ્સ તરફથી રમતા ૯ મેચમાં કુલ ૧૫ વિકેટ ઝડપી હતી.વિલિયમ્સ પણ વર્લ્ડ કપનો ભાગ હતોલિઝાદ વિલિયમ્સ ભારતમાં યોજાયેલા ૨૦૨૩ ર્ંડ્ઢૈં વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો પણ ભાગ હતો. વિલિયમ્સ વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચ રમ્યો હતો. આ એકમાત્ર મેચમાં તેણે ૨ વિકેટ ઝડપી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution