નવી દિલ્હી 

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધું છે કે, આઈપીએલ 2021નું આયોજન ભારતમાં જ થશે. તેણે કહ્યું કે, યુએઈ માત્ર આ સિઝનનું જ આયોજક છે. ગાંગુલીએ કહ્યું કે, ‘એપ્રિલમાં આગામી આઈપીએલ શરૂ થઈ શકે છે. આપણે ઈંગ્લેન્ડ સીરિઝનું આયોજન ભારતમાં કરીશું. ઘરેલુ મેચ દેશમાં જ રમાશે. રણજી ટ્રોફી માટે અમે બાયો-બબલ બનાવીશું’. તેમણે કહ્યું કે, અત્યાર સુધી તેઓ 16 વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂક્યા છે.

રોહિત શર્માના આઈપીએલમાં રમવા અંગે ચાલતા વિવાદ પર ગાંગુલીએ કહ્યું કે, ‘કોઈ ખેલાડી આજે ઈજાગ્રસ્ત છે અને 7 દિવસ ફીટ થઈ જાય છે તો તે રમશે. મેં અનેક રિપોર્ટ જોયા છે, જેમાં પૂછાય છે કે, આટલી ઉતાવળ ક્યાં હતી? ’ ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધું કે, બોર્ડ રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસે લઈ જવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે.