દિલ્હી-

દેશમાં મહિલાઓ પણ ક્રિકેટમાં રસ લેતી થાય એ માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય કે આંતર-રાષ્ટ્રીય મેચોમાં મહિલા એન્કર કે કમેન્ટેટર જોવા મળે છે, એ તેની શરૂઆત છે. હવે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયસ્તરે જ્યારે મહિલા ક્રેકેટરો ભાગ લઈ રહી છે ત્યારે ઓરિસ્સા દેશનું એવું પહેલું રાજ્ય બન્યું છે, જેણે ક્રિકેટમાં મહિલાઓને વ્યાવસાયિક ધોરણે રમાતા ક્રિકેટનો હિસ્સો બનાવવાની દિશામાં કામ કર્યું છે. 

ઓરિસ્સા દેશનું પહેલું એવું રાજ્ય બન્યું છે, જ્યાં મહિલા ટી-20 લિગ મેચ રમાશે. આ મેચની શરૂઆત પણ કરી દેવાઈ છે. ટીસીએસની સાથે ઓરિસ્સા ક્રિકેટ એસોસિએશન સાથે મળીને આવી શરૂઆત કરી છે. દેશના કોઈપણ રાજ્યમાં મહિલા માટે ટી-20 શરૂ કરાઈ હોય એવું આ પહેલું રાજ્ય બન્યું છે. રાષ્ટ્રીય ટીમ લાંબો સમયથી કોઈ સ્થાનિક ક્રિકેટ રમી શકતી નથી જ્યારે આંતરરાષ્ટ્રીયસ્તરની ક્રિકેટ પણ બંધ છે. આ મેચો એટલા માટે બંધ છે, કેમ કે, લાંબો સમયથી કોરોના મહામારી ચાલી રહી છે અને તેથી મોટાભાગે લોકડાઉન ચાલ્યું હતું. તેથી હવે આવી સ્થાનિક ટી-20 પ્રકારની મદદ ખેલાડીઓને ફાયદારૂપ બની પડશે એમ મનાય છે.  પાંચ ટીમો ધરાવતી આ લિગમાં 22 મેચો રમાશે. લિગ મેચો આગામી પહેલી ફેબ્રુઆરી સુધી રમાશે.