મુંબઇ-

તાન્ઝાનિયાના ૨ વ્યક્તિને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પેટમાં છુપાવેલી ૧૫૧ કોકેઈન કેપ્સ્યૂલ સાથે એરેસ્ટ કરવામાં આવ્યા. જેનું વજન ૨.૨ કિલો જેટલું થાય છે. તેઓ મેડિકલ વિઝા પર દાર -એ-સલામ થી મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમની તપાસ કરતા તેમની પાસેથી ૧૩.૩૫ કરોડનું કોકેઈન મળી આવ્યું હતું.

એક્સ-રે સ્ક્રીનીંગમાં તેમના પેટમાં કેટલીક સામગ્રી જાેવા મળી હતી. ત્યારબાદ, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં છ દિવસીય રોકાણ દરમિયાન તેમના પેટમાંથી કુલ ૧૫૧ કેપ્સ્યુલ્સ બહાર .કાઢવામાં આવ્યા હતા. આ તમામ કેપ્સ્યૂલમાંથી મળેલા પાવડરની લેબોરેટરી તપાસ કરતા, આ પાવડર કોકેઈન હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ, આ બંને શખ્સોએ ફ્લાઈટમાં બેઠા પહેલા કોકેઈન ભરેલી ૧૫૧ કેપસૂલને ગળી ગયા હતા. મુંબઈમાં તેઓ આ કેપ્સ્યૂલ કોને આપવાના હતા અને તેમના આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે તે વિષે વધુ તપાસ કરવામાં આવશે.