પુણે-

ચાકણ એરિયાથી 20 કરોડની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સને પિંપરી-ચિંચવાડ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે કબ્જે કર્યું છે. આ મામલે પિંપરી ચિંચવડ પોલીસે વડોદરાથી 3 અને મુંબઇથી 3 લોકોની ધરપકડ કરી છે. પાલીસે રાંજણગામથી 132 કિલો ડ્રગ્સ, રાયગડ જિલ્લાના મહાડ તહસીલમાંથી 15 કિલો અને 147 મેફેડન ડ્રગ્સ કબ્જે કર્યું હતું. આ સાથે પોલીસે 85 લાખ રૂપિયાની રોકડ અને કેટલાંક જમીનના કાગળો પણ જપ્ત કર્યા છે.ગુજરાતથી ધરપકડ કરેલા આરોપી કેમિકલ કંપની શરૂ કરવાની તૈયારીમાં હતા. પોલીસે જણાવ્યું કે, આરોપી ત્યાં મેફેડ્રોન બનાવવાની તૈયારીમાં હતા. પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. આરોપીની ગુજરાત અને મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. પુણેના ચાકણ એરિયાથી 20 કરોડની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સને પિંપરી-ચિંચવાડ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે કબ્જે કર્યું છે. આ મામલે પિંપરી ચિંચવાડ પોલીસે વડોદરાથી 3 અને મુંબઇથી 3 લોકોની ધરપકડ કરી છે.