ન્યુયોર્ક-

કોરોના વાઇરસને કારણે વૈશ્રિ્‌વક પર્યટન ઉદ્યોગ બરબાદ થઇ ગયો છે. વર્ષના પાંચ મહિનામાં વૈશ્વિક પર્યટનને 320 અબજ ડૉલરનું નુક્સાન થયું છે અને 12 કરોડ લોકોના રોજગાર સામે જાેખમ ઊભું થયું છે, એમ યુએનના વડાએ મંગળવારે જણાવ્યું છે.

સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે વીડિયો એડ્રેસમાં જણાવ્યું હતું કે પર્યટન વૈશ્વિક અર્થતંત્રનું ત્રીજું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર છે. 2019માં વૈશ્વિક વેપારમાં તેનો 7 ટકા હિસ્સો હતો. તે દર દસમાંથી એક લોકોને રોજગાર આપે છે ને લાખો લોકોને આજીવિકા પ્રદાન કરે છે.

અર્થતંત્રને વેગ આપવા ઉપરાંત તે લોકોને કેટલીક સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિનો અનુભવ કરવાની તક આપે છે અને લોકોને એકબીજાની નજીક લાવે છે, પરંતુ 2020ના પ્રથમ પાંચ મહિનાના રોગચાળાને કારણે લોકોનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ અડધાથી પણ ઓછો થઇ ગયો અને આ ક્ષેત્રની કમાણી પણ ઘટી ગઇ, એમ ગુટેરેસે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સમૃદ્ધ વિક્સિત દેશો માટે આ મોટો આંચકો હતો, પરંતુ વિકાસશીલ દેશો માટે આ એક મોટી કટોકટી છે, ખાસ કરીને નાના ટાપુના દેશો અને આફ્રિકન દેશો, જેમનું પર્યટન ક્ષેત્ર દેશના જીડીપીના 20 ટકા કરતા વધુનું પ્રતિનિધિત્વ કરે છે.

પર્યટન ક્ષેત્ર ઉપરાંત વિશ્ર્‌વભરમાં 144 મિલિયન કામદારોને રોજગાર પૂરા પાડતા અને પર્યટન સાથે સંકળાયેલા ક્ષેત્રોની નોકરીઓ પણ જાેખમમાં છે.