સુરત-

સુરતમાં અલગ અલગ બનાવોમાં છેલ્લા કેટલાય દિવસોથી બેકારી અને આર્થિક તકલીફોના કારણે રાંદેર વિસ્તારમાં મૂળ મહેસાણાનો વતની રાજેશ હેમજાણી કાપડની દુકાનમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, છેલ્લા એક મહિનાથી બેકાર હોવાથી તેને ઘરમાં ફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે, તેવી જ રીતે બીજા કિસ્સામાં અડાજણ ખાતે શુભમ પેલેસ ખાતે રહેતા અશોક પંડ્યાએ કેટરિંગનો વ્યવસાય નહિ ચાલવાના કારણે આર્થિક સંકડામણ ભોગવતા ઘરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી લીધી છે, હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થઈ ગયું છે.

ત્રીજા કિસ્સામાં ઉમરપાડા ખાતે રહેતા રવિ ચૌહાણે બેકારીના લીધે ઘરમાં જ એસીડ પીને આત્મહત્યા ની કોશિશ કરી લીધી હતી, પિતા શાકની લારી ચલાવતા હતા છેલ્લા ઘણા દિવસોની આવક ઘટી જતા પરિવાર આર્થિક સંકડામણ નો અનુભવ કરી રહ્યો હતો જેના કારણે રવીએ એસીડ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પરિવારજનો તેને તાત્કાલિક સિમેર હોસ્પીટલમાં દાખલ કરાવ્યો હતો જ્યાં ચાલુ સારવારે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને છેલ્લે ચોથા બનાવમાં સચિનમાં બરફની ફેક્ટરી પાસે રહેતા સુગ્રીવ ગોડે પત્નીના બેકારી માટેના મ્હેણાં તોના સાંભળીને ડીપ્રેશનમાં ચાલી ગયો હતો, જેને લઈને તેણે માઠું લાગી આવતા આખરે ઘરમાં જ ફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સુરતમાં તો કેટલાય રત્નકલાકારો એ આર્થિક સંકડામણ અને બેકારીને કારણે આત્મહત્યા કરીને પોતાના જીવન ટૂંકાવી દીધા છે.