ગાંધીનગર,

રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં અવરિત પડી રહેલા વરસાદના પગલે જળાશયોમાં ચોમાસાના પ્રારંભમાં જ સારા એવા જળનો સંગ્રહ થઇ ગયો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવેલા વિવિધ ડેમોમાં 80 થી 100 ટકા સુધીના પાણીનો સંગ્રહ થયો છે. જેથી આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા ઓછી સર્જાશે અને ખેડૂતોને પણ ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. રાજ્યમાં કુલ 48 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 51 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 49 ટકા પાણીનો સંગ્રહ થયોછે

દક્ષિણ ગુજરાતમાં કુલ ૮૬.૭૮દ્બષ્ઠદ્બ પાણીના સંગ્રહની કેપેસિટીમાં છે જેની સરખામણીએ હાલની Âસ્થતિ પ્રમાણે ૪૦૪૪.૮૧દ્બષ્ઠદ્બ પાણોની સંગ્રહ થયો છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં ૪૬.૯૦ ટકા પાણીનો સંગ્રહ છે. જેમાંથી સૌથી વધુ તાપી અને નર્મદા જિલ્લામાં છે. 

મધ્ય ગુજરાતમાં 2347.36 પાણીના સંગ્રહની કેપેસિટી સામે 1055.27 પાણીનો સંગ્રહ અત્યારસુધીમાં થયો છે. એટલે કે મધ્ય ગુજરાતમાં હાલની સ્થિતિએ 44.96 ટકા પાણી સંગ્રહ થયું છે. તેમાં પણ સૌથી વધુ પાણી સંગ્રહ મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં થયો છે.

સૌરાષ્ટÙમાં ચોમાસના પ્રારંભમાં જ સારો એવો વરસાદ પડ્યો છે. જેના કારણે મોટાભાગના ડેમમાં પાણીની સારી એવી આવક છે. સૌરાષ્ટÙમાં કુલ ૨૫૩૯.૯૩દ્બષ્ઠદ્બ પાણીના સંગ્રહની સામે અત્યારસુધીમાં કુલ1314.06 પાણીનો સંગ્રહ થયો છે. એટલે કે સૌરાષ્ટ્ર પંથકમાં 51.74ટકા પાણી સંગ્રહિત થયું છે. તેમાં પણ સૌથી વધુ પાણી ગીર-સોમનાથ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં સંગ્રહિત થયું છે.

કચ્છમાં 332.27ની સરખામણીએ 124.39 એટલે કે 37.34ટકા અને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 9460ની સરખામણીએ 5238.67 પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 55.38ટકા પાણીનો સંગ્રહ થયો છે.