નસવાડી,તા.૩૦

નસવાડી તાલુકાના સેંગપુર સરીપાણી છકતર ઉંમરવાના ખેડૂતોને નસવાડી સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ૪ કિલોમીટર કેનાલ બનાવવા માટે ૮૦ લાખ નો ખર્ચ કર્યો. પછી પણ ખેડૂતો ને સિંચાઈ નુ પાણી આ વર્ષે નહિ મળે. હાલ તળાવ ઓવર ફોલ થયું છે. પાણી વ્યર્થ વહી જાય છે.જાે કેનાલમાં પાણી પહોંચતું હોત તો પાણી વ્યર્થ ના જાત. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ધનિયા ઉંમરવા ગામે સિંચાઈ વિભાગનુ છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટુ તળાવ છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સિંચાઈ વિભાગની પેટા ઓફિસ નસવાડી ખાતે આવેલી છે. અને આ કચેરી દ્રારા તળાવનુ સંચાલન કરવામાં આવે છે. અહીંયા મહત્વની બાબત એ છે કે ૪ કિલોમીટરના વિસ્તાર માં તળાવનુ પાણી સિંચાઈ માટે મળે તે માટે ૮૦ લાખના ખચે ધનિયા ઉંમરવા - છકતરઉંમરવા - સેંગપુર - સરિપાણી આ ૪ ગામોને સિંચાયનુ પાણી શિયાળો ઉનાળો ખેતી માટે મળી રહે તે માટે ખર્ચ કરવામાં આવ્યો.પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ કામગીરી કરતી વખતે પૂરતું ધ્યાન ન આપતાં છકતરઉંમરવા સેંગપુર અને સરીપાણી ગામોના ખેડૂતોને સિંચાઈ નુ પાણી નહિ મળે હાલ તળાવ ઓવર ફ્લો થયું છે. પરંતુ આ ૪ ગામોના ખેડૂતોને અવકાસી ખેતી ઉપર જ ર્નિભર રહેવું પડશે.ધારાસભ્ય અને સાંસદ તેવોની ગ્રાન્ટ માંથી અન્ય કામગીરી બાકી છે તે પુરી કરાવે તેવી ખેડૂતો ની માગ ઊઠી છે.