સુખસર

આજરોજ મકરસંક્રાંતિ નિમિત્તે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા પાસે આવેલ બારિયાની હાથોડ ખાતે ખેતરમાં જઈ પતંગ ચગાવતા પતંગ રસિયાઓના પતંગની દોરી મધપુડા સાથે સ્પર્શ થતા મધમાખીઓ ઉડી પતંગ રસિયાઓ ઉપર તૂટી પડતા આઠ જેટલા લોકોને મધમાખીએ ઘાયલ કરતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બલૈયા સીએચસીમાં પ્રાથમિક સારવાર બાદ મધમાખીના ડંખનો ભોગ બનેલા ઇજાગ્રસ્તો ને વધુ સારવાર માટે સંતરામપુર ખાનગી દવાખાનામાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

ફતેપુરા તાલુકાના બલૈયા પાસે આવેલ બારિયાની હાથોડ સીમળી ફળિયા ખાતે આજરોજ બપોરના બે વાગ્યાના અરસામાં બારીયાની હાથોડ ગામના પતંગ રસિયાઓ ખેતરમાં જઈ પતંગ ચગાવી રહ્યા હતા.જ્યારે કેટલાક વડીલો ચગતાં પતંગને જાેવા માટે આવેલ હતા.તે દરમિયાન પતંગની દોરી બાજુમાં આવેલું વૃક્ષ ઉપર બેઠેલા મધપૂડાને અડી જતા મધપૂડામાંથી મધ મધમાખીઓ ઉડી પતંગ રસિયાઓ ઉપર તૂટી પડી હતી.અને ડંખ મારી આઠ જેટલા લોકોને ઘાયલ કર્યા હતા.તેમાં નારસિંગભાઈ મોતીભાઈ ગરાસીયા ઉંમર વર્ષ.૪૦, પ્રિન્સકુમાર ગોવિંદભાઈ ગરાસીયા ઉંમર વર્ષ ૮,સુમિત કુમાર નારસિંગભાઈ ગરાસીયા ઉંમર વર્ષ ૧૫, પરેશકુમાર મોતીભાઈ ગરાસીયા ઉંમર વર્ષ ૩૫,ચિન્ટુકુમાર નરેશભાઈ ગરાસીયા ઉંમર વર્ષ ૪, શાંતાબેન ધુળાભાઈ ગરાસીયા ઉંમર વર્ષ ૬૦, ધૈર્યકુમાર વિપુલભાઈ બારીયા ઉંમર વર્ષ ૫, તથા પ્રભુદાસ સોમાભાઈ બારીયા ઉંમર વર્ષ ૫૧ તમામ રહેવાસી બારીયાની હાથોડ નાઓ ને મધમાખીઓએ દંસ મારતા ઘાયલ થયા હતા.જેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બલૈયા સીએચસી ખાતે લાવવામાં આવ્યા હતા.