લોકસત્તા વિશેષ, તા.૧૦

બીસીએમાં સંસ્થાની વફાદારીને બદલે વ્યક્તિ વિશેષની વફાદારીના ચાલતા ખેલમાં હવે તમામ સીમાઓ તૂટી રહી હોવાનું સામે આવ્યું છે. બીસીએના આંતરીક ડખામાં વહીવટી ખામીઓ સુધારવામાં સદંતર નિષ્ફળ પ્રમુખ પ્રણવ અમીને હવે સરમુખત્યારશાહી તરફનું અંંતિમ પગલું માંડી દીધું છે. રૂપિયા ૩૫ કરોડના વિવાદમાં ખુલ્લા પડી ગયેલા બીસીએ વહીવટી તંત્રની ભૂલ સુધારવાની વાત કરવાના બદલે પ્રણવ અમીને સોમવારે એક ઈ-મેઈલ થકી બીસીએમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી રહી હોય તેવો આદેશ કર્યો છે. જેમાં એપેક્ષ કાઉન્સિલના સભ્યો દ્વારા મિડીયામાં કરાતી વાતચીતને અયોગ્ય ગણાવી તેઓએ આ મામલે ચોક્કસ નિતિ નક્કી કરવાનો ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીને આદેશ કર્યો છે. આ નિતિનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની પણ ચિમકી આ ઈ-મેઈલમાં ઉચ્ચારવામાં આવી છે. આ અંગે લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત બીસીએ પ્રમુખ પ્રણવ અમીનના ઈ-મેઈલ મુજબ હોદ્દોદાર સિવાયના એપેક્ષ કાઉન્સિલના સભ્ય સત્તા વગર મિડીયા સાથે વાત કરે છે. એપેક્ષ કાઉન્સિલમાં ચર્ચાયેલી ખાનગી બાબતો અને તેના ઈ-મેઈલ મિડીયા સાથે વહેંચવામાં આવે છે. જે માટે એક નિતિ નક્કી કરવા તથા નિતિને નહીં અનુસરનાર સામે પગલાં લેવાની તેમને ભલામણ કરી છે. ત્યારે સંસ્થાના સભ્ય તરીકે તથા દેશના નાગરીક તરીકે મળેલા વાણી સ્વાતંત્ર અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર પર તરાપ મારવા સમાન સરમુખત્યાર ફરમાનને લઈ બીસીએમાં ચકચાર મચી ગઈ છે. પ્રણવ અમીનના આવા ઈ-મેઈલની ચોમેર ટીકાઓ પણ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

શું છે પ્રણવ અમીને કરેલો ઈ-મેઈલ?

Dear All,

We need to put in and enforce some guidelines for talking to media.

It has come to my notice that certain non-OB Apex members have been talking to media without authorisation.

What we discuss in apex committee is confidential including our emails and should not be shared in media.

I propose we put in some guidelines to avoid this and can take appropriate action against whoever does not comply.

I request secretary/ceo/vp to make these.

We might have some in place already.

Regards