સુરત અને તાપી જિલ્લામાં વરસાદને લઇને ખાનાખરાબી : બેના ડૂબતા મોત
15, ઓગ્સ્ટ 2020

સુરત,૧૪ 

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ખેરવાડાથી વ્યારા જતા માર્ગ ઉપર બેડી ગામનાં કોઝવે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ઠપ્પ થયો છે.કોઝવે પરથી પાણી જતું હોય સ્ટેટ ધોરી માર્ગ પર આવતા વ્યારા- ખેરવાડા રોડ, સોનગઢ- વાઘનેરા રોડ, સેરૂલા- બોરદા રોડ બંધ થયો છે. બે વ્યકિતના ડૂબી જતા મોત થયા છે. સુરત જિલ્લામાં પાંચ દિવસથી પડી રહેલ અવિરત વરસાદને લઈ નદી, નાળા અને તળાવ છલકાઈ ઉઠ્‌યા છે. ભારે વરસાદને લઈ માંડવી તાલુકાના આમલીડેમમાં પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહયું છે. ભારે વરસાદને પગલે માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામે સ્ટેટ હાઇવે પર પણ ભરાય ગયા હતા. સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં કડોદ નજીક તાપી નદી પર આવેલ હરીપુરા કોઝવે સિઝનમાં પહેલીવાર પાણીમાં ગરક થઈ જતાં કોસાડી, ઉન, ખંજરોલી સહિતના ૧૪ ગામોનો કડોદ બારડોલી સાથેનો સંપર્ક કપાય ગયો હતો. કાકરપાર ડેમ ઓવરફ્લો થયો છે.ઉકાઈ ડેમમાંથી ૧૯ દરવાજા ખોલી ૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદીની જળ સપાટીવધી રહી હોય તંત્ર દ્વારા કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.સુરત અને તાપી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જવાથી જનજીવનને માઠી અસર થઈ છે. તાપી જિલ્લામાં ૨૪ કલાકમાં સૌથી વધુ સોનગઢમાં ૧૦૭મીમી વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો નિઝરમાં ૫૮મીમી નોંધાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રના હથુરણ ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈડેમમાં પાણીની આવક શરૂ થતાં હાલમાં ડેમના ૧૯ દરવાજા ખોલી ૭૦ હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. તબક્કાવાર ૧ લાખ ક્યુસેક પાણી છોડાશે.ડેમના કેચમેંટ એરિયામાં વરસાદ પડતાં ડેમમાંથી ૧.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ ડેમમાં પાણીનો આવરો શરૂ થયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution