આણંદ : આણંદ જિલ્લામાં અન્ન સલામતી કાયદાના અમલ માટે પૂરવઠા વિભાગે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. તંત્ર દ્વારા સોફ્ટવેરની મદદથી આધાર કાર્ડ પરથી રેશનકાર્ડ નંબર અને કેટેગરીની વિગતો તપાસ કરાતાં ૧૬૨ દ્ગજીહ્લછ સહિત બીપીએલ, અંત્યોદય રેશનકાર્ડ ધારકો સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો હોવાનું ખુલ્યું છે. સરકાર દ્વારા ગરીબોને આપાતા અનાજને ૭૦ હજારના પગારદાર શિક્ષકો લાભ મેળવતાં હતાં! આવો ઘટસ્ફોટ થતાં વહીવટી તંત્ર ચોંકી ઊઠયું છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદ જિલ્લા સહિત બોરસદ તાલુકામાં ફૂડ સિક્યોરિટી એકટ -૨૦૧૩ના અમલ માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે. સરકારી કર્મચારીઓ, સરકારી શાળાના શિક્ષકો સહિત ફોર વ્હીલર સાધન ધરાવતાં હોય તેમણે દ્ગહ્લજીછ મુજબ વિના મુલ્યે મળતું અનાજ મેળવવાનું બંધ કરી દેવા સતત સૂચનાઓ આપવામાં આવી હતી. આમ છતાં પણ સરકારી શાળાના શિક્ષકો દ્વારા રેશનકાર્ડમાં અનાજનો પૂરવઠો મેળવવાતો હોવાનું વહીવટી તંત્રને ધ્યાને આવ્યું હતું. તંત્ર દ્વારા સોફ્ટવેરની મદદથી આધાર કાર્ડ પરથી કેટેગરીની વિગતો જોતાં કુલ ૧૬૨ રેશનકાર્ડ ધારકોમાં ૭૪ તાલુકા બહારના અને ૮૮ શિક્ષકો બોરસદની જુદી જુદી શાળાઓના તપાસમાં બહાર આવ્યાં હતાં. તેઓ દ્ગહ્લજીછ સહિત મ્ઁન્, અંત્યોદય રેશનકાર્ડધારક હોવાનું ખુલ્યું હતું. શિક્ષકોને ગરીબોનું મફતનું અનાજ નહીં લેવા માટે સતત સૂચનાઓ પણ આપવામાં આવતી હતી. આમ છતાં પણ શિક્ષકોએ ગરીબોનું અનાજ મેળવવાનું ચાલું રાખતાં તંત્રએ તમામ શિક્ષકોની યાદી તૈયાર કરી છે.

આ બાબતે બોરસદના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જોકે, હાલમાં આ રિપોર્ટ બહાર આવતાં જ શિક્ષકો પ્રત્યે લોકોમાં ફીટકારની લાગણી જોવા મળી રહી છે. લોકો એવું કહી રહ્યાં છે કે, આવાં શિક્ષકો પાસે છોકરાઓને ભણાવીએ તો શું સંસ્કાર આવે? તેઓ આપણાં છોકરાઓને પણ આવું ખોટું કરતાં જ શીખવાડેને?

સૂત્રોનું કહેવું છે કે, આણંદ જિલ્લામાં અન્ન સલામતી કાયદાના અમલના ભાગરૂપે જે શિક્ષકના નામ રિપોર્ટમાં બહાર આવ્યા છે તેમની વિરૂદ્ધ આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરાશે, જેમાં ફૂડ સિક્યુરિટી એકટ-૨૦૧૩ મુજબ ખાતાકીય તપાસ કરી અનાજ બજારના ભાવ પ્રમાણે નાણાં રિકવરી કરી સરકારમાં નાણાં જમા કરવામાં આવશે.

યુપીએ સરકારમાં ફૂડ સિક્યુરીટી એક્ટનો અમલ કરવામાં આવ્યો હતો. દ્ગહ્લજીછ, મ્ઁન્, અંત્યોદય રેશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે એક વ્યક્તિ દીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખા, ૩ કિલો ચણા આપવામાં આવતાં હોય છે. ત્યાર બાદ રાષ્ટ્રીય અન્ન યોજના હોઠળ સિક્કો મારેલો હોય તો મહિનામાં બીજી વખત ફક્ત બે રૂપિયામાં બાર કિલો ઉપરાંત અનાજ, મોરસ, મીઠું આપવામાં આવતું હોય છે, જેમાં વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦ હજાર એટલે કે વાર્ષિક ૭૫ હજાર આવકનો દાખલો હોય તેવાં અને રેશનકાર્ડમાં એન્ટ્રી કરવામાં આવેલી હોય તેને જ મફતમાં સરકારી અનાજનો જથ્થો આપવામાં આવતો હોય છે.

પૂરવઠા વિભાગના સૂત્રોનું કહેવું છે કે, કુલ ૧૬૨ શિક્ષકો સરકારી અનાજનો સરકારી પરિપત્રનો અનાદર કરી લાભ મેળવવામાં આવતું હોવાનું ખુલ્યું છે. હવે આવાં સમયે શિક્ષકો કોણ છે તેને લઈને શિક્ષણઆલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, હાલમાં ૧૬૨ શિક્ષકોના નામ અને તેમની સ્કૂલ સાથેની યાદી તૈયાર કરી દેવાઈ છે અને તેમનાં વિરૂદ્ધ આગામી ટૂંક સમયમાં જ ખાતાકીય તપાસ માટેનો રિપોર્ટ મોકલી આપવામાં આવશે.