પૂર્વ પ્રેમીએ બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને પછી..
14, મે 2021

રાજકોટ-

રાજકોટમાં નાણાવટી ચોક નજીક રહેલી ત્યકતાને પૂર્વ પ્રેમીએ જાણ બહાર કપડા ચેન્જ કરતી વેળાએ ફોટા પાડી વ્હોટસએપ મારફતે મોકલી જાે હવે તારા ફોટા વાયરલ થયા હવે તુ ભોગવ કહી ફેસબુકમાં ફોટા મૂકી આજ સવારથી લાપતા અને માહિતી મળે એને મોબાઈલ નંબર પર ફોન કરવાની અપીલ સાથે ત્યકતાના ફોન નંબર લખી ધમકી આપી હેરાન કરતો હોવાની ફરિયાદ કરતા સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાના લગ્ન ૧૯ વર્ષ પહેલા થયા હતા. જેમા તેને ત્રણ સંતાનો હોવાનુ અને હાલ દોઢ વર્ષથી પતિ સાથે મનદુઃખ હોય અલગ પુત્રી સાથે રહેતા હોવાથી છેલ્લા એક વર્ષથી ગાંધીગ્રામ પાસેના ભારતીનગરમા રહેતો પ્રદિપ ફાડાભાઈ સિધ્ધપૂરાના પરીચયમાં આવ્યા હતા.બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા મૌખિક સંમતિથી છેલ્લા એક વર્ષથી સાથે રહેતા હતા. બાદમાં પ્રદિપે ઝગડો કરતા તેની પુત્રી સાથે છેલ્લા એક માસથી અલગ રહેવા ચાલ્યા ગયાનુ ફરિયાદમા જણાવ્યુ હતું. દરમિયાન ફરિયાદમા વધુ જણાવ્યુ હતુ કે ગત તા.૧૦/૫ના રાત્રીના તેના ઘરે હતી. ત્યારે તેના મોબાઈમા વોટ્‌સએપમાં પ્રદિપે બિભત્સ ફોટાઓ મોકલ્યા હતા અને અભદ્ર ભાષામા મેસેજીસ કર્યા અને કહ્યું કે તુ મને છોડીને જતી રહી છો તો હવે જાે તારા ફોટા વાયરલ થઈ ગયા હવે તુ ભોગવ કહી ધમકી આપી હોવાનુ જણાવતા પીએસઆઈ એન.બી. ડોડીયાએ આરોપી પ્રદિપ સિધ્ધપૂરાને ઝડપી લઈ કાર્યવાહી કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution