રાજકોટ-

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસી જતા ખેડુતોના રવિપાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. અમરેલી, જૂનાગઢ, કેશોદ, ધોરાજી, રાજકોટ, ગોંડલ સહિતના પંથકોમાં કયાંક છૂટા છવાયાતો કયાંક ધોધમાર વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. હાલ ખેડુતોએ શિયાળુ પાકનું પુષ્કળ વાવેતર કર્યું હોય ત્યારે આ માવઠાથી ખેડુતો મુંઝવણમાં મૂકાયા છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિથી ચોમાસુ પાક નિષ્ફળ ગયો ત્યારે હવે માવઠાથી રવિ પાકને વ્યાપક નુકશાની થતા ખેડુતો ચિંતાતુર બન્યા છે.ઘઉ, ચણા, કપાસ, જીરૂ, સહિતના પાકોને મોટી નુકશાની થવાપી ભીતિ સેવાઈ રહી છે. મહુવા તાલુકામાં ગઈકાલે બપોરના ૩્ વાગ્યા થી વરસાદ ની એન્ટ્રી થઈ હતી. મહુવા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં વાંગર્, માઢીયા , દેવળીયા , ખુટવડા , ભાદ્રોડ , વાઘનગર , સથરા , ગુંદરણા , સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. આ વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવા પામેલ છે. જેમાં કપાસ , મગફળી , ડુંગળી્ , જેવા પાકોમાં નુકશાનની ભીતી સેવાઈ રહી છે. અચાનક વાતાવરણમાં પલટી મારતા રોગચાળો ફેલાવવાનો ભય ફેલાઈ રહ્યો છે. લગ્ન પ્રસંગે કાર્યક્રમમાં ફેરફાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. હજી પણ વરસાદી માહોલ યથાવત છે. ઉના, ગીરગઢડા પંથકમાં ગઇકાલ સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેતા બપોરના સમયે કમોસમી વરસાદ ખારકયો હતો. ઉના પંથકમાં અંદાજે અઢી ઇંચ જેવો વરસાદ પડી જતા રવિ પાકને મોટી નુકશાની થવા પામી છે. ખેડૂતોએ વાવણી કરેલ ચણા, જીરૂ સહિતના પાકોને નુકશાની જવાની ભીતિ સેવાઇ રહી છે.