અહિંયા પરિવારને બંધક બનાવી ધમકાવી આપ્યો લૂંટને અંજામ, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
01, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

શહેરમાં અવાર-નવાર ચોરી અને લૂંટફાટની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલ સ્થિત સ્કાયસિટી બંગલામા રહેતા પરિવારને બંધક બનાવીને ચોરોએ લૂંટ ચલાવતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે, લૂંટની ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ સ્કાયસિટી બંગલોંમાં દોડી આવી હતી. અને સમગ્ર માલમે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તસ્કારોએ બંગલામાંથી 5 તોલા સોનું, તેમજ સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ તેમજ લેપટોલ લઈ ફરાર થઈ ગયા હતો. જેની પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધામટ શરૂ કર્યો છે. પોલીસ આસપાસના વિસ્તારોના સીસીટીવીને આધારે આરોપીઓની તપાસ હાથ ધરી છે. તેમજ પરિવારજનોએ પોલીસને જાણકારી આપતા જણાવ્યું હતું કે, બંગલામાં ઘૂસી આવેલા 4 તસ્કારોએ પરિવારને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી અને 5 તોલા સોનું સહિત લેપટોલ અને રોકડ લઈ ફરાર થઈ ગયા હતા, મળતી માહિતી મુજબ શહેરમાં વધતા ક્રાઇમને લઈને પોલીસ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પ્રકારે પગલાં લેવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution