25, જુન 2021
વડોદરા, તા.૨૪
ગુજરાત સાહિત્ય અકાદમીના માનદ સભ્ય ઉપરાંત ગુજરાતી ભાષાના કવિ, વિવેચક, સંપાદક તરીકે સક્રિય સાહિત્યકાર પ્રોફેસર સતીષ ડણાકનું આજે વડોદરામાં અવસાન થતા સાહિત્યકારોમાં શોકની લાગણી છવાઇ છે.
પ્રોફેસર ૭૯ વર્ષના હતા.અને તેઓ સુરત નજીક ખોલવડ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા.પ્રોફેસર સતીષ ડણાક જીવનલક્ષી સામયિક જલારામ દીપના સ્થાપક તંત્રી હતા.અને તેમને લાંબી સડક ટૂંકી સડક, શક્યતા,એકાંતવાસ નામની કવિતાની રચના કરી હતી.આ સાથે લોહીનો લયના સંપાદનકર્તા, તેમજ ગઝલનું નવું ગગન તેમની નાટયચર્ચા હતી. સાથો સાથ અક્ષરા સાહિત્ય સંસ્થાના કોષાધ્યક્ષ પણ હતા. પ્રોફેસરનો જન્મ મહુધા ખાતે થયો હતો.અને તેઓ તેમની પાછળ બે પુત્ર અને એક પુત્રીને વિલાપ કરતા મૂકી ગયા છે.અને સંસ્કારી નગરીના સાહિત્યકારો પ્રોફેસરની આ વિદાયને હંમેશા ખાલીપણાનો અહેસાસ કરશે.