07, મે 2025
બોડેલી |
બોડેલી પંથકમાં ગત મોડી રાતે થી જ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ પડ્યો હતો ભર ઉનાળામાં વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા બોડેલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસ ૪૦ ડિગ્રી કરતાં વધુ તાપમાન જાેવા મળ્યું હતું અને કાળઝાળ ગરમી જાેવા મળી હતી ત્યારે ગત રાત્રીએ ભર ઉનાળાના સમય માં બોડેલી પંથક માં વાતાવરણમાં પલટો આવ્યો હતો વરસાદ પડ્યો હતો. એક ઇંચ કરતાં વધુ વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને કેરીનો પાક કપાસ નો પાક ડાંગર જેવા પાકોને મુશ્કેલી જાેવા મળશે કપાસનો માલ ભીનો થઈ જવા થી કપાસના ભાવને લઈને ખેડૂતોના જીવ અધ્ધર જાેવા મળ્યો હતો ભર ઉનાળામાં કમોસમી વરસાદ પડતા જગતનો તાત ચિંતા માં મુકાયો છે ગઈ રાત્રે થ જ બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડ્યો હતો ત્યારે બોડેલીમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જાેવા મળી હતી પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા