ભરૂચ જીલ્લાભરમાં ગત ગુરુવારના સવારથી જ આકાશમાં વાદળો દેખાયા હતા તેમજ હવામાન ખાતાએ પણ બે દિવસ સુધી માવઠું થશે તેવી આગાહી કરી હતી. ભરૂચમાં ગુરુવારના સાંજે કમોસમી માવઠારૂપી વરસાદના અમીછાંટણાની શરૂઆત થઈ હતી. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. કપાસ, ઘઉં, જુવાર, મગ, માઠીયા સહિતના ઉભા પાકને નુકસાન થવાની શકયતા વર્તાઈ રહી છે. ત્યારે જગતનો તાત આકાશ તરફ નજર કરી આ કમોસમી વરસાદ બંધ થાય તેવી કુદરતને પ્રાર્થના કરી રહ્યો છે. શુક્રવારે સાંજે થોડા સમય માટે છવાયેલ વાદળો વચ્ચે સૂર્યદેવના પ્રકાશના દર્શન થતાં ખેડૂતોનું મન પ્રફુલ્લિત થયું હતું. જાેકે આ પ્રકાશનું કિરણ થોડાં સમય પૂરતું દેખાયુ હતું. જિલ્લામાં વરસેલા સામાન્ય વરસાદમાં પણ તંત્ર દ્વારા કરેલી કામગીરી તેમજ અધૂરી રોડ રસ્તાઓની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. બિસ્માર રોડ રસ્તાઓ ઉપર કાદવ કિચડનું સામ્રાજ્ય જાેવા મળતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદ થવાથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવા માંડી હતી. આવનાર સમયમાં ઘરે-ઘરે શરદી, ખાંસી અને તાવના દદીૅનો જમાવદો થવાની દહેશત જણાઇ રહી છે. તેમજ કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ શકે છે.  

છોટાઉદેપુર શહેરમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી

શિયાળાની ઋતુ જામી હતી ત્યારે જ વાતાવરણમાં અચાનક પલટો આવતા છોટાઉદેપુર શહેરમાં કમોસમી વરસાદ વરસતા નગરજનો અચંબામાં પડી ગયા હતા. ગુરુવારે મોડી સાંજે નગરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા વાદળોથી શહેરનું આકાશ ઘેરાઈ જવા પામ્યું હતું. ત્યારબાદ શિત લહેરો સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાતે પણ વરસાદી માહોલ યથાવત રહેતા અદ્દલ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રાત્રીના પણ ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ શુક્રવારે વહેલી સવારથી જ . વરસાદને પગલે છોટાઉદેપુર શહેરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતા.

નસવાડી તાલુકામાં ભરશિયાળે ચોમાસા જેવા માહોલથી ખેડૂતો ચિંતામાં ડૂબ્યા

નસવાડી તાલુકામાં સર્વત્ર વરસાદ વરસવાનું વહેલી સવાર થી શરૂ થઈ ગયું હતું જેના લીધે વાતાવરણ પણ થનડું થઈ ગયું હતું આ વરસાદ વરસતા ખેડૂતો ને કપાસ ના પાક માં ભારે નુકશાન જવાનો ભય પેદા થયો છે હજુ સુધી ખેડૂતો દ્વારા પોતાના ખેતર માં થી માંડ એકઆદ વાર કપાસ વિમિયો હશે અને આ વરસાદ પડતા ફાટેલા કપાસ ભીનો થઈ ગયો આ વર્ષે કપાસ વીણવા માટે ના મજૂરો પણ પૂરતા મળતા નથી જે કારણે ખેડૂતો દ્વારા કપાસ પણ પૂરતા પ્રમાણ માં વીણી શકતા નથી .

અંકલેશ્વરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદી ઝાપટાં

અંકલેશ્વર પંથકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર જાેવા મળી હતી , ગુરુવાર ની મોડી રાત થી શરુ થયેલા ધીમીધાર ના વરસાદ ને કારણે વાતાવરણ માં ઠંડીનું પ્રમાણ વધ્યુ હતુ.અને ઘરે થી બહાર જતા લોકોએ વરસાદ થી બચવા માટે રેઇનકોટ પહેરવો કે ઠંડી થી રક્ષણ માટે ગરમ કપડા તેની મુંજવણ માં મુકાય ગયા હતા. અંકલેશ્વર માં ગુરુવાર ની રાત થી ઋતુચક્ર માં બદલાવ આવ્યો હતો અને ઠંડા પવન ના સુસવાટા સાથે ધીમીધારે કમોસમી વરસાદનું આગમન થયુ હતુ, જે વાતાવરણ ની અસર શુક્રવાર ના દિવસે પણ જાેવા મળી હતી. વરસાદી માહોલ ના કારણે પારો ગગડી ને ૨૦ ડિગ્રી એ પહોંચ્યો હતો. અને દિવસ દરમ્યાન ૧૦ કિલોમીટર ની પવન ની ઝડપ રહી હતી.જ્યારે વાદળ છાયા વાતાવરણ માં ભેજનું પ્રમાણ ૮૩ ટકા નોંધાયુ હોવાનું જાણવા મળ્યુ હતુ. જાેકે અચાનક ઠંડીનું પ્રમાણ વધતા જનજીવન પર તેની અસર જાેવા મળી હતી.અંકલેશ્વર તાલુકા ના નાંગલ ગામ ના ખેડૂત કૈશવ પટેલે જણાવ્યુ હતુ કે તેઓએ એક હેકટર માં કપાસનું વાવેતર કર્યુ હતુ, અને હજી માત્ર ૩૦ કિલો કપાસ તોડ્યો હતો, જ્યારે અન્ય કપાસ નો પાક વિણવાની તૈયારીઓ કરવામાં આવી હતી,પરંતુ કમોસમી વરસાદ થી કપાસ ના પાકને મોટી નુકશાની પહોંચી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

ડભોઇ પંથકમાં વરસાદી માહોલ લોકો છત્રીને સહારે બહાર નીકળ્યા

ડભોઇ સહિત સમગ્ર ગુજરાત માં એકા એક વરસાદી માવઠું ફરી વળ્યું છે.શુક્રવારે વહેલી સવાર થી જ વરસાદ વરસવાનો શરૂ થતાં રીતસરનું ચોમાસું બેસી ગયું હોય બપોર પછી લારી ગલ્લા બંધ થતાં રોડ રસ્તા ઓ સુમસામ દેખાયા હતા. જ્યારે પંથક માં પડેલા વરસાદ ને પગલે ડભોઇ પંથક માં ખેતી ઉપર ર્નિભર ખેડૂતોના ડાંગર,કપાસ સહિત ના પાક ને નુકશાન ની ભીતી સેવાઇ રહી છે રવી સિઝન માં વરસાદ વરસતો ન હોય ખેડૂતો માટે ચિંતા ના વાદળો છવાયા હતા,

પાદરામાં કમોસમી વરસાદથી રીસર્ફેસિંગ કરેલા માર્ગ પર પાણી ભરાતાં કામની પોલ ખુલ્લી પડી

પાદરામાં કમોસમી વરસેલા વરસાદે નગરપાલિકાની પોલ ખૂલ્લી પાડી દીધી છે. વિવિધ વિસ્તારોમાં રૂા.૧ કરોડ ૭૫ લાખના ખર્ચે માર્ગોના ડામર રિસરફેસિંગ કરેલ રોડ ઉપર પાણી ભરાતાં લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. પાદરા નગરપાલિકા દ્વારા હાલમાં તાજેતરમાં રૂા. ૧ કરોડ ૭પ લાખના ખર્ચે રિસરફેસિંગનું કામ કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલ રાતથી એકાએક વરસેલા કમોસમી વરસાદથી પાદરા નગરપાલિકાની કામગીરીની પોલ ખૂલ્લી પાડી દીધી છે.