14, મે 2024
વડોદરા
વડોદરા સહિત સમગ્ર મધ્યગુજરાતમાં સોમવારે વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલા પાકને વ્યાપક નુકસાન પહોંચતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.વડોદરા જિલ્લામાં ખેડૂતોએ કેળ, બાજરી, કેરી અને ડાંગરના પાકનુ વાવેતર કર્યુ હતુ. પરંતુ અચાનક વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને પગલે ઉભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડુતોને માથે હાથ ેદવાનો વારો આવે તેવો ધાટ સર્જાયો છે. જાેકે, વાવાઝોડા સાથે વરસાદમાં એક તરફ અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી થયા, પતરા ઉડ્યા પરંતુ બીજી તરફ ખેતીવાડી વીભાગના અધિકારીનુ કહેવુ છે કે, જિલ્લાના કેટલાક તાલુકામાં બાજરીનો પાક નમી ગયો છે.અને આંબાવાડીયુને નુકસાન થયુ છે.
કમોસમી વરસાદ અને વાવાઝોડા ના કારણે ખેડૂતોનો મહા મહેનતે તૈયાર કરેલા પાકને વ્યાપક નુકસાન થયુ છે. વડોદરા જિલ્લામાં ઉનાળામાં સામાન્ય રીતે ઉનાળુ બાજરી, ડાંગર ઉપરાંત કેરી, કેળા વગેરેની ખેતી કરાય છે. ત્યારે વાઘોડિયાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા ના કારણે ડાંગર, કપાસ,મકાઈ, બાજરી , કેળ અને કેરી જેવા પાકોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.
વાધોડિયાના વ્યારા ગામના સરપંચ ભુપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે. ૫૦૦ ઉપરાંત ગામના ખેડૂતોને વિવિધ પાકોમાં વરસાદ અને વાવાઝોડાના કારણે લાખો રૂપિયાનુ નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. ત્યારે દેવાના ડુંગર તળે દબાએલા ખેડૂતને સરકાર નુકસાની સહાય ચૂકવી તેવી અમારી માંગ છે. જ્યારે વડોદરા નજિક આવેલા સોખડા, છાણી, દશરથ, સાંકરદા સહિત ગામોમાં કેળ તેમજ બાજરીના પાકને નુકસાન પહોંચ્યુ છે. સોખડાના ખેડૂતે કહ્યુ હતુ કે, અમારે ત્યાં કેળના પાકેન ૫૦ ટકા થી વધુ નુકસાન થયુ છે.કેળના અનેક ઉભા છોડ જમીનદોસ્ત થઈ ગયા છે.જાેકે, જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીએ કહ્યુ હતુ કે, વાવાઝોડુ અને વરસાદના કારણે સાવલી અને પાદરાના કેટલાક વિસ્તારમાં બાજરીનો પાક નમી ગયો છે.જ્યારે આ સિવાયર આંબાવાડીયુને નુકસાન થયુ છે. તો બીજી તરફ જિલ્લાના વિવિધ તાલુકાના ખેડૂતો કમોસમી વરસાદ અને વાવાઝોડાને પગલે પાકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જેથી તાકીદે સર્વે કરીને સરકારે સહાય કરવી જાેઈએ તેવી માગ કરી રહ્યા છે.