વડોદરા : ફતેગંજ પોલીસ મથકમાં જ થયેલી હત્યાના ૬ આરોપીઓને આજે રાત્રેની અદાલતમાં રજુ કરી ૧૪ દિવસના રીમાંડની માંગ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે પી.આઇ. પી.એસ.આઇ અને ચાર કોન્સ્ટેબલોના ૧૦ દિવસના રીમાંડ મંજૂર કર્યા હતાં. સી.આઇ.ડી સમક્ષ આરોપીઓ હાજર થયા બાદ એમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ આજે રાત્રેની અદાલતમાં રજૂ કરાયા હતાં. બાદમાં તમામ આરોપીઓને રીમાંડ દરમિયાન પુછપરછ માટે ગાંધીનગર સી.આઇ.ડી. ખાતે લઇ જવાયા હતાં. 

ભારે ચકચારી બનેલા આ મામલામાં ફતેગંજ પોલીસ મથકે ગત ડીસેમ્બર માસમાં પુછપરછ માટે લવાયેલા શેખ બાબુ ગુમ થતા પરીવાર જનોએ અત્રે પોલીસ મથકોએ વારંવાર પુછપરછ છતા સહકાર નહીં મળતા વડી અદાલતમાં વકીલ ઇમ્તીયાઝ કુરેશી મારફત હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી. જેની ગંભીર નોંધ લઇ અદાલતે કડક વલણ અપનાવતા વડોદરા પોલીસે સપઅંરાધ માનવવધનો ગુનો નોંધ્યો હતો. બાદમાં હાઇકોર્ટના આદેશથી જ એમાં હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કરાયો હતો. પરંતુ પી.આઇ, પી.એસ.આઇ સહિત ચાર કોન્સ્ટેબલો ભુર્ગભમાં જતા રહ્યા હતાં. જેને વડોદરા પોલીસ શોધી નહીં શકતા મામલો સી.આઇ.ડી. ક્રાઇમને સોંપાયો હતો. અંતે લાંબા સમય બાદ આરોપીઓ જાતે જ સી.આઇ.ડી. સમક્ષ હાજર થયા હતાં. એ અગાઉ આરોપી પી.આઇ.એ વડોદરા પોલીસની એફ.આઇ.આર રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે પાછી ખેંચવાની ફરજ પડી હતી.

આજે બપોર બાદ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરથી છ આરોપીઓને લઇ વડોદરાની અદાલતમાં રજૂ કરી રીમાંડની માંગણી કરી હતી. જેમાં કુલ ૧૬ મુદ્દાઓ રજુ કરી આ મામલાનો ભેદ ઉકેલવા લાંબી પુછપરછની જરૂર હોઇ ૧૪ દિવસના રીમાંડની માંગ કરી હતી. અદાલતે આ અંગે ગુનાની ગંભીરતા જાેતા ૧૦ દિવસના રીમાંડ મંજૂર કર્યા હતાં. બાદમાં સી.આઇ.ડી.ની ટીમ આરોપીઓને લઇ ગાંધીનગર જવા રવાના થઇ હતી.

વીડિયોગ્રાફી સાથે પૂછપરછ થશે

રીમાંડની માંગણી માટે કુલ ૧૬ મુદ્દા સી.આઇ.ડી દ્વારા રજૂ કરાયા હતાં. જેમાં મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. મૃતક શેખ બાબુની હત્યાનું કાવતરૂ ક્યા રચાયું હતું, હત્યાનું કાવતરૂ રચવામાં કોણકોણ સામેલ હતાં, ક્યા હથીયારથી શેખબાબુને ઇજા કરવામાં આવી જેના કારણે એમનું મોત નિપજ્યું હતું, શેખબાબુને મારવામાં કોણકોણ સામેલ હતા કોણે કઇ કઇ ભુમિકા ભજવી, ક્યા વાહનમાં મરનારની લાશ સગેવગે થઇ આવા મુદ્દા સામેલ હતાં. જેનો જવાબ રીમાંડ દરમિયાન વિડીયોગ્રાફી સહિત થનારી પુછપરછમાં થશે.

પ્રથમ કિસ્સો ઃ પી.આઇ. સહિત છ કર્મીઓ સામે ૩૦૨ દાખલ થઇ

રાજ્યભરમાં પ્રથમ અને કદાચ દેશભરમાં પણ પ્રથમ વાર કોઇ પોલીસ મથકના પી.આઇ. સહિત છ કર્મીઓ સામે ૩૦૨ દાખલ થઇ હત્યાનો આ બનાવ છે. વડોદરા શહેરમાં અગાઉ કેટલાક પી.આઇ જુદાજુદા કારણોસર જેલની હવા ખાઇ ચુક્યા છે. જેમાં ગોરવાના પી.આઇ. વહોનીયા, ફતેગંજના માંજરીયા, ડી.સી.બી.ના ઝીલા, ગોત્રીના પી.આઇ. રાવ, ડી.સી.વી.ના પી.આઇ રાહુલ પટેલ સામેલ છે. જેમાં જેતે સમયે એ.સી.બી.ડી પાર્ટનર વિવાદ સામેલ હતા પરંતુ ફતેગંજના આ મામલામાં હાઇકોર્ટના દરેક તબક્કે જુદાજુદા આદેશથી પી.આઇ ગોહિલ અને પી.એસ.આઇ રબારી સહિત ચાર કોન્સ્ટેબલો સામે ૩૦૨, ૩૦૪નો ગુનો નોંધાયો છે. અને હવે આ લોકો જેલની હવા ખાશે.

દાગીના પહેરેલ મકરપુરાનો આઘેડ ૧૦ દિવસથી ગુમ

મકરપુરા આકાશવાણી પાછળ ઝુપડપટ્ટીમાં રહેતા રામસિંગ રાજેશસીંગ બાવરી નામનો આધેડ ગુમ થયાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાઇ છે. પોતાના ઘરેથી ૬ દિવસ અગાઉ સોમાતળાવ જઇને આવું છું એમ જણાવી નીકળ્યા બાદ ગુમ થયા હોવાનું પરિવાર જનોએ જણાવ્યું છે. અને ગુમ થનારે ૧૦ લાખના દાગીના પહેર્યા હોવાનું પણ જણાયું હોવાથી એમની હત્યા કે અપહરણની આશંકા વ્યક્ત કરી પાણીગેટ પોલીસ સામે મામલાને ગંભીરતા નહી લેતા હોવાની નારાજગી વ્યક્ત કરી હોવાનો મામલો હતો. અને પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી.