બાપ-દીકરીના સંબંધોને લાંછન રૂપ કિસ્સો: 2 વર્ષ સુધી પુત્રી સાથે દુષ્કર્મ કરતો રહ્યો બાપ
03, સપ્ટેમ્બર 2020

ફતેહાબાદ-

હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં બાપ-દીકરીના સંબંધો પર પ્રશ્નાર્થ ઊભા કરનારો મામલો સામે આવ્યો છે. અહીં એક સગા બાપે બે વર્ષ સુધી પોતાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું. હેવાન બનેલા પીતાએ પોતાની સગીર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો. લગભગ બે વર્ષ સુધી સંબંધોને આ ડંખ સહન કરતાં-કરતાં પીડિતા અંતે તૂટી ગઈ અને મામલાની સૂચના પોલીસને આપી. સૂચના મળ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધી મામલાની તપાસ આરંભી દીધી છે. મળતી માહિતી મુજબ, આરોપની પત્નીનું બે વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુ બાદથી તેની ગંદી નજર પોતાની જ દીકરી પર હતી અને તેણે તમામ સંબંધોને બાજુમાં મૂકી પોતાની હવસ સંતોષવા તેને શિકાર બનાવી. બીજી તરફ આરોપીને પણ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. પીડિતાની બે નાની બહેનો અને એક ભાઈ છે. ભાઈ મજૂરી પર ગયા બાદ ગત બે વર્ષથી તેના પિતા તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.

મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કવિતાનું કહેવું છે કે ફરિયાદ મળ્યા બાદ આરોપી પિતાની વિરુદ્ધ વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. કિશોરી ગર્ભવતી છે કે નહીં તે જાણવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવશે. જોકે અન્ય તપાસમાં ગર્ભવતી હોવાની પુષ્ટિ નથી થઈ. હાલ તપાસ ચાલી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution