બોડેલી : બોડેલી તાલુકાના રાજબોડેલી ચિખોદ્રા કેનાલપરના બનાવવામાં આવેલ મોટા બમ્પથી નાના વાહનચાલકોને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે નાના વાહનચાલકોને અહીંયા અવારનવાર નાના અકસ્માતો થાય છે ચારપૈડાંવાળા વાહનચાલકોનો નીચેનો ભાગ બમ્પ સાથે અડી જતા ફાઉન્ડેશનનો ભાગને નુકશાન થાય છે વાહનચાલકોની માંગ છે કે રસ્તાપરના મોટા બમ્પને નાના વાહનચાલકોને હિતને ધ્યાનમાં રાખી તેને નાનો બનાવવો જોઈએ આમ રોડ ખાતાના અધિકારીઓની નિષ્કાળજીને કારણે રસ્તાપરના મોટા બમ્પો વાહનચાલકોનો જીવ જોખમમાં મૂકી જીવ લે તો નવાઈ નહિ કેનાલપરના મોટા બમ્પનું સમારકામ હાથધરી માર્ગ,મકાનના અધિકારીઓએ નાના વાહનચાલકોની ચિંતા કરવી જોઈએ તેવું વાહનચાલકો જણાવી રહ્યા છે આમ રાજબોડેલી ચિખોદ્રા કેનાલપરના મોટા બમ્પથી વાહનચાલકો અકસ્માત થવાની ભીતિ સેવી રહ્યા છે.