ફિલ્મ અભિનેત્રી પાયલ રાજપૂત પીધેલી ઝડપાઈ
03, ઓક્ટોબર 2021

વડોદરા : મિસ વડોદરા તેમજ મિસ ગુજરાતનો ખિતાબ મેળવવા સાથે જીફામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ મહીલા એકટ્રેસ તરીકે ખિતાબ મેળવનાર શહેરના આજવા રોડ પર રહેતી ગુજરાતી ફિલ્મોની હિરોઇનની ફતેહગંજ પોલીસે ગઇકાલે દારુના નશામાં ધરપકડ કરી હતી.હિરોઇને પાયલ રાજપુતે જ દારુના નશામાં પોલીસ કંટ્રોલમાં મારા છોકરાને સંબંધી માર મારે તેવી બીક છે.જેથી મદદની જરુર છે.તેમ જણાવતા વારસીયા પોલીસે પાયલ રાજપુતને ફતેહગંજ પોલીસને સોંપી હતી.અને પાયલ દારુના નશામા હોઇ તેની ધરપકડ કરી હતી.

શહેરના આજવા રોડ પર સીંકંદરપુરા ગામ પાસે ડવડેક એપાર્ટમેન્ટમાં રહેતી પાયલ નટવરસિંહ રાજપુતની ફતેહંગજ પોલીસે ગઇકાલે દારુ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી.પાયલ કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્‌્રીમાં એકટ્રેસની સાથે મોડેલીગ પણ કરે છે.પાયલે ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય હીરોઇની ભૂમિકા ભજવી છે.અને થોડાક સમય પૂર્વે જ બળીયા બાબજી રાખજે રાજી ફિલ્મમાં હીરોઇનની ભૂમિકા કરી હતી.આ સાથે પાયલને ૨૦૧૪ માં મોડેલીંગમાં મિસ વડોદરા તેમજ ૨૦૧૫ માં મિસ ગુજરાત અને ૨૦૧૮માં જીફા દ્વારા આયોજીત ફિલ્મફેર કાર્યક્રમમાં બેસ્ટ ગુજરાતી એકટ્રેસ તરીકે ખિતાબ મળ્યો છે.પાયલ રાજપુતે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા પિકચરો કર્યા છે. પાયલને તેના માસી કે જે નવ દુર્ગા ડાન્સ ચિત્ર ઇવેન્ટ મેનેજમેેન્ટ અંતર્ગત લગ્નોમાં સિંગર તેમજ ફિલ્મોમાં કલાકરોને નવી તક આપે છે.નીતાબેન ઠાકોર કે જે પાયલના માસી થાય છે.અને તેમનો પુત્ર ધરમ દિનેશચંદ્ર પરદેશી ઇવેન્ટના કામ કરે છે.સાથો સાથ વડોદરાના ડાન્સર ધર્મેશ સર સાથે પણ કોડીયોગ્રાફી કરી છે.નીતાબેને પાયલને ગુજરાતી ફિલ્મોમાં લોન્ચ કરી હતી.પાયલ ગુરુવારની રાત્રીના માતા રીટા તેમજ પુત્ર યુવરાજને લઇને ફતેહગંજ કોન્વેન્ટ સ્કૂલની પાછળ આવેલ હારમોની એપાર્ટમેન્ટમાં રહેતા માસીબેન નીતા ઠાકોરના ઘરે ગઇ હતી.અને ફિલ્મ ઇન્ડસ્ટ્‌્રીમાં તેને બદનામ કરવાના આક્ષેપ કરી દારુના નશામાં ઝઘડો કર્યો હતો.ત્યાર બાદ ત્યાંથી નીકળીને માતા રીટાને ઘરે મોકલી પોતે સંગમ ચાર રસ્તા પાસે ઉતરી ગઇ હતી.અને ત્યાંથી પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરીને મહાદેવ મંદિર પાસે પોતાના પુત્ર સાથે ઉભી છુુ.અને મારા છોકરાને સંબંધી માર મારે તેવી બીક છે.જેથી મદદ માટે આવો તેવો ફોન કરતા વારસીયા પોલીસની વાન પહોંચી ગઇ હતી.અને પાયલ દારુના નશામાં હોવા સાથે પુછતાછમાં ફતેહગંજ પોલીસ મથકની હદમાં ઝઘડો કર્યો હોવાનું જાણવા મળતા ફતેહગંજ પોલીસ મથકે વારસીયાની પીસીઆર વાન પાયલને લઇને ગઇ હતી.જયાં પાયલ રાજપુત દારુના નશામાં હોવા સાથે પોલીસ સાથે ઝઘડો કરતી હોઇ એએસઆઇ ડિમ્પલબેને સ્ટેશન પાયલ સામે દારુ પીધેલાનો ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી.આ બનાવમાં પાયલે પોતાના માસીબેન નીતા તેમજ તેના પુત્ર ધરમે ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે માતા પુત્રને પણ બોલાવી પાયલની માતા રીટાબેને ધરમે ગાળો આપી હોવાની અરજી આપતા પોલીસે ધરમની અરજીના આધારે ધરમની અટકાયત કરી હતી.જયારે પોલીસે પાયલને જામીન આપી છોડી દીધી હતી.પાયલ કે જેને તેના માસીબેન નીતા ઠાકોરે બળીયાબાપજી રાખજે રાજીમાં હિરોઇન તરીકે લોન્ચ કર્યા પછી પાયલને ગુજરાતી ફ્લ્મિોમાં ઘણા રોલ મળ્યા હતા.અને ઘણા આલ્બમમાં પણ પાયલ કામ કરી ચૂકી છે.જેમાંથી ઘણાં વિડીયો યુટયુબ પણ લોન્ચ કરવામાં આવ્યા છે.પાયલે ગુજરાતી ફિલ્મમાં હીરો તેમજ હિરોઇનો સાથે કામ પણ કર્યુ છે.

પાયલ આખો દિવસ નશામાં હોય છે

નવદૂર્ગા ડાન્સ ચિત્ર ઇવેન્ટ મેનેજમેન્ટના ધરમ સાથેની વાતચીતમાં તેમને જણાવ્યુ હતું કે પાયલ દારુની શોખિન છે.અને આખો દિવસ દારુના નશામાં હોય છે.મારા માતાએ તેને ગુજરાતી ફિલ્મમા લોન્ચ કર્યા પછી તેને ગેરસમજ થતા રાત્રીના ૧ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી ૬૦ થી ૭૦ ફોન કરીને ઝઘડો કર્યો હતો.અને મળસ્કે ચાર વાગે તેના માતા તેમજ પુત્રને લઇને મારા ઘરે આવીને ઝઘડો કરી ધમકી આપી હતી.ધરમ ઇવેન્ટ મેનેજમેન્ટના કામ સાથે વડોદરાના ડાન્સર ધર્મેશ સર સાથે પણ કોરીયોગ્રાફી કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution