ફિલ્મ સ્ટાર મિલિંદ સોમન મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “રન ફોર યુનિટી” કરશે, જાણો કેમ
19, ઓગ્સ્ટ 2021

નર્મદા-

સમગ્ર ભારતને એકતાંતણે જોડનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ભારતની એકતાનું પ્રતિક બની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આહવાનથી રાષ્ટ્રીય એકતા દિવસનાં રોજ દર વર્ષે રન ફોર યુનિટીનું આયોજન સમગ્ર ભારતમાં થાય છે, પ્રધાનમંત્રીનાં આહવાનથી પ્રેરીત થઇને પ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર મિલિંદ સોમન એકતાના સંદેશ સાથે શિવાજી પાર્ક, મુંબઇથી 8 દિવસમાં 450 કિલોમીટરનું અંતર દોડીને કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે.વલસાડથી નર્મદા જીલ્લા સુધી દરેક જીલ્લા કલેકટર મિલિંદ સોમનનું સ્વાગત કર્યું છે.નર્મદા જિલ્લા વહીવટીતંત્ર પણ જિલ્લાનાં પ્રતાપનગર ખાતે સ્વાગત કરશે.

મિલિંદ સોમન એક વરીષ્ઠ ફિલ્મ કલાકાર છે અને દેશભક્તિથી ભરપુર અનેક ફિલ્મોમાં મહત્વની ભુમિકા ભજવી છે આ સાથે તેઓ પ્રધાનમંત્રીશ્રીનાં સ્વપ્ન “ફીટ ઇન્ડીયા” અને “સ્વસ્થ ભારત”નાં સંદેશને ભારતમાં ફેલાવી રહ્યા છે. મિલિંદ સોમન તેમનાં પત્ની અને 8 સભ્યોની ટીમ સાથે ગત તા.15 ઓગસ્ટથી શિવાજી પાર્ક,મુંબઇથી પ્રતિદિન 50 કીલોમીટર દોડ શરૂ કરી છે અને આગામી તા. 22/08/2021નાં રોજ સંજે 04:00 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. યાત્રા દરમ્યાન વલસાડથી નર્મદા જિલ્લા સુધી દરેક જીલ્લાની બોર્ડર પર જીલ્લા વહીવટીતંત્ર મિલિંદ સોમનનું સ્વાગત કરશે. નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. તે પ્રમાણે પ્રતાપનગરથી કેવડીયા સુધી અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution