દિલ્હી-

કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણે ખૂબ જ મહત્વની વાત કરી છે અને એમણે એમ કહ્યું છે કે ટુ વ્હીલ વાહનો પર જીએસટી નો દર વધારે છે અને આગામી દિવસોમાં તેમાં ઘટાડો થઈ શકે છે.

નાણામંત્રીએ એમ પણ કહ્યું છે છે કે ટુ વ્હીલર લકઝરી આઈટમ નથી માટે તેના પર વધુ જીએસટી દર લગાવવાની જર નથી. ર્નિમલા સીતારમણ એમ કહ્યું છે  કે ટુ વ્હીલરના જીએસટીના દર માટેની સમીક્ષા અને રિવિઝન કરવામાં આવશે અને જીએસટી કાઉન્સિલની હવે પછી મળનારી બેઠકમાં આ રિવિઝન ની દરખાસ્ત મુકવામાં આવશે અને તેના પર જીએસટી કાઉન્સિલ યોગ્ય ર્નિણય લઈ લેશે 

વર્તમાન સમયમાં ટુ વ્હીલર વાહનો પર 28 ટકા જેટલું જીએસટી વસૂલવામાં આવે છે પરંતુ હવે તેમાં મોટો ઘટાડો પણ થઈ શકે છે તેવી અપેક્ષા સૌને છે અને ર્નિમલા સીતારમણે પણ આ દિશામાં સંકેત આપી દીધો છે ત્યારે હવે નવા ટુ વ્હીલર ખરીદનારા લોકો માટે આનંદના સમાચાર છે અને જેમની પાસે વાહનો છે તમને પણ રાહત મળશે.

દેશના ઉધોગો સાથેની ચર્ચા દરમિયાન નાણા મંત્રીને જીએસટી દર અંગે મહત્વના સવાલો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ટુ–વ્હીલર પર વધુ પડતો જીએસટી છે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ નાણામંત્રીએ ઉપરોકત સંકેત આપ્યો હતો.