જાણો,રશિયાની રસી સ્પુતનિક-વી ભારતમાં કેટલા રૂપિયામાં મળશે
14, મે 2021

નવી દિલ્હી

ડૉ. રેડ્ડીની લેબોરેટરીઝે અહેવાલ આપ્યો છે કે ભારતમાં રશિયાની કોરોના વેકસીન સ્પુતનિક-વીની કિંમત 948 સાથે 5 ટકા જીએસટી (995.40 રૂપિયા) રાખવામાં આવી છે.કંપનીએ જણાવ્યું હતું કે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના કસ્ટમ ફાર્મા સર્વિસીસના ગ્લોબલ હેડ દિપક સપ્રાને હૈદરાબાદમાં રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે બીએસઈ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 'રસીના આયાત ડોઝની કિંમત હાલમાં રૂપિયા 948 + 5 ટકા જીએસટી રાખવામાં આવી છે. જ્યારે સ્થાનિક સપ્લાય શરૂ થશે ત્યારે ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. આગામી મહિનાઓમાં વધુ ડોઝ આવવાની સંભાવના છે.

જૂન સુધીમાં ભારતને રસીનાં 5 મિલિયન ડોઝ મળવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રસીના આશરે 1,50,000 થી 2,00,000 ડોઝ મેની શરૂઆતમાં અને મેના અંત સુધીમાં 30 મિલિયનથી વધુ ડોઝ મોકલવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, તે ભારતમાં તેના છ ઉત્પાદક ભાગીદારો સાથે બારીકાઈથી કરી રહી છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution