વડોદરા-

વડોદરામાં આવી પહોંચેલા રાજ્યસભાના સાંસદ અને RPIના અધ્યક્ષ રામદાસ આઠવલે એ વેક્સિનેશન મુદ્દે નિવેદન આપ્યું છે. સાથે રાજકારણ ન કરવા માટે વાત કરી છે. આઠવલેએ કહ્યું કે, મેં ખુદે ગો કોરોનાનો નારો લગાવી કોરોના ભગાવવાની વાત કરી હતી. તેમ છતાં મને ખુદને જ કરોના થઈ ગયો હતો. ગો કરોના કહેવાથી માત્ર ચાલશે નહીં. હું પોતે પણ વેક્સિન લગાવવાનો છું. તમામ લોકોએ વેક્સિન લેવી જોઈએ જણાવ્યું હતું.


કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એ પાલિકા ચૂંટણીઓ અંગે પણ મહત્વપૂર્ણનું નિવેદન કર્યું છે. રામદાસ આઠવલે RIP પાર્ટીના અધ્યક્ષ છે. અને ગુજરાતમાં પાલિકાની ચૂંટણીમાં RIP પણ પોતાની એન્ટ્રી કરશે. RIPના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે એ પાલિકા ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવારોને ઉતારવા અંગે નિવેદન આપ્યું છે કે, અમે ભાજપ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન કરીશું અને અમારી પાર્ટીને ટિકિટો મળે તેવો પણ પ્રયાય કરીશું. RIPને ટિકિટ નહીં અપાય તો જાતે ચૂંટણી લડીશું. અમારી પાર્ટી પાલિકાની ચૂંટણીમાં તમામ જાતિના ઉમેદવારને ટિકિટ આપવાની પણ વાત કરી છે.