સુરત

રાજ્યભરમાં કોરોનાના વધી રહેલા વ્યાપને પગલે નાઇટ કરફ્યુનો સમય ફરી એક વખત રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધો કકરી દેવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં એકા એક નોંધપાત્ર વધારો થતાં મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ બાગ બગીચાઓ અચોક્કસ મુદત માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સરથાણા નેચર પાર્કને પણ નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખ્નિય છે કોરોનાની મહામારીને લઈને સરથાણા નેચર પાર્ક બંધ કરી દેવામાં આવ્યું હતું. અને ગત 1 નેવમ્બર 2020 ના રોજથી મુલાકાતીઓને ઓનલાઈન ટીકીટ દ્વારા પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. પરંતુ ફરી એક વખત સંક્મ્રણ વધતા તંત્ર દ્વારા સરથાણા નેચર પાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

શૈક્ષણિક ક્ષેત્રમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જેને લઈને મનપા દ્વારા તમામ સ્કુલ, કોલેજો અને ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઈન જ શરુ રાખવા સુચના આપી છે. અને નિયમના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ માત્ર પરીક્ષા સમયે જ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા જણાવવામાં આવ્યું છે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને 150થી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે મનપા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. સુરતમાં ટેસ્ટીંગની પ્રક્રિયા પણ સધન કરી દેવામાં આવી છે. તેમજ વેક્સીનેશન પણ વધારી દેવામાં આવ્યું છે. જ્યાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે. બી.આર.ટી.એસ. બસ સેવા બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. મનપા દ્વારા હાલ અઠવા, રાંદેર, લીંબાયત, અડાજણ, પાલ રીંગરોડ વિસ્તારમાં સીટી બસ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

ઉપરાંત સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં રોજના લાખો લોકો મુલાકાત લેતા હોય છે. ત્યારે હાલમાં 70 થી વધુ કેસો ટેક્સટાઈલ માર્કેટમાંથી સામે આવ્યા છે. ત્યારે મનપા કમિશ્નર બી.એન.પાનીએ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી હતી. અને વેપારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા, વેક્સીન લેવા અને ખાસ શોશ્યલ ડીસટન્સ તેમજ માસ્ક અવશ્ય પહેરવા હાંકલ કરાઈ હતી. વેપારીઓએ પણ મનપા કમિશ્નરની અપીલને વધાવી છે. અને ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.