સુરત,તા.૬ 

અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગની ઈફેક્ટ સુરતમાંપણ જોવા મળી રહી છે. સુરત મનપા વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાયેલી તમામ ૪૫ હોસ્પિટલમાં મનપા તંત્રએ ફાયર સેફ્ટીની ચકાસણીના આદેશ આપતાની સાથે જ તપાસપણ શરૂ કરી દેવામાં આવી છે. તમામ કોવિડ હોસ્પિટલોની બહાર ફાયરની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

શુક્રવારે તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઇને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. સુરતમાં ૨૪ મે ૨૦૯ના રોજ તક્ષશીલા આર્કેડની દુર્ઘટના બાદ આખા શહેરમાં ફાયર સેફ્ટી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સતત એક વર્ષની કામગીરી છતાંપણ અનેક બિલ્ડીંગમાં હજીપણ ફાયર સેફ્ટીના નામે ધાંધીયા છે. દરમિયાન અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં મળસ્કે આગ લાગી હતી. તેમા કોરોનાની સારવાર લઈ રહેલાં આઈ.સી.યુ.ના આઠ દર્દીઓના કરૂણ મોત થયાં છે. આ દુર્ઘટના બાદ ફરી એક વાર અમદાવાદ સહિત રાજ્યમાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પ્રશ્ન ઉભા થયાં છે. અમદાવાદની દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએપણપાલિકા વિસ્તારમાં આવેલી તમામ ૪૫ હોસ્પિટલ જ્યાં કોવિડના દર્દીની સારવાર થઈ રહી છે ત્યાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. આદેશની સાથે જ હોસ્પીટલની ફાયર સેફ્ટીની વિગતો સાથે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તક્ષશિલા આર્કેડ દુર્ઘટનાને એક વર્ષપુરૂ થયાં બાદપણપાલિકા તંત્રએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૯૦૦થી વધુ ઈમારતમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હતી. હવે જ્યારે અમદાવાદની દુર્ઘટના બની છે ત્યારે ફરી એક વખત તંત્ર જાગ્યું છે. હાલમાં પાલિકા તંત્ર કોવિડ હોસ્પિટલની ફાયર સેફ્ટીની ચકાસણી કરશે.શહેરની કોવિડ-૧૯ તમામ હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા એક ટીમ તૈનાત છે.