સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ફૂડ કોર્ટના પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટિવ છતાં ફૂડકોર્ટ ધમધમતુ
26, માર્ચ 2021

રાજપીપળા, રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તો બીજી બાજુ કોવીડ ૧૯ ગાઈડલાઈનનું પાલનમાં આધિકારીઓ પોતાની મનમાની પ્રમાણે કરે છે એમ લાગી રહ્યું છે.તેઓ આમ કરી જનતાના આરોગ્ય સાથે રીતસરના ચેડા કરી રહ્યા છે, હવે એમને કહેશે કોણ એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે. નર્મદા જિલ્લા કલેક્ટર પાસે ચાર્જ છે, સમગ્ર જિલ્લામાં કોરોનાની જવાબદારી તેમના શિરે છે, તેઓ કામગરી પણ સારી કરી રહ્યા છે પરંતુ હાલ બે ત્રણ દિવસ પહેલા  પરિસરમાં આવેલી એક ફૂડ કોર્ટમાં ૪-૫ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા.ફૂડ કોર્ટમાં ઉંચી બ્રાન્ડ ધરાવતી સંસ્થાઓ દુકાનો ધરાવે છે.

ફૂડ કોર્ટના કર્મચારીઓને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા, હાલ પણ તેઓ સારવાર લઈ રહ્યા છે.પરંતુ આ ફૂડકોર્ટ ના તો કોરન્ટાઇન ઝોન બન્યું કે ના બફર ઝોન, ફૂડ કોર્ટને સેનેટાઈઝ કર્યુ કે નહીં એ ભગવાન જાણે.અહીંના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીજા અન્ય કોઈ કર્મચારીઓના ટેસ્ટિંગ સુધ્ધા કરવામાં આવ્યા નથી. નર્મદા જિલ્લામાં કોરોનાના દર્દીઓ રોજના ૧૦ થી ૧૫ દર્દીઓ આવી રહ્યા છે. કોરોના જિલ્લામાં ૨૦૦૦ ને પાર થઇ ગયો છે. આધિકારીઓ ની આવી બે ધારી નીતિ ને લઈને કોરોના જિલ્લામાં વધી રહ્યો છે, ધુળેટીની રાજાઓ માં ખુલ્લું રાખી કોરોને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે ત્યારે જિલ્લા ના અધિકારીઓ જ જાણે કે તેમણે નર્મદા માં કોરોના વધારવો છે કે ઘટાડવો છે. હાલના તેમના ર્નિણયો નેલઈને તો એવું લાગી રહ્યું છે. કે નર્મદા માં કોરોના ફૂલે ફાલે અને નર્મદા જિલ્લાની જનતા કોરોનથી મારે!

કોરોનાના સંક્રમણને રોકવા કોવીડ ગાઇડ લાઇન પ્રમાણે સરકાર નવા નિયમો મૂકે છે પણ દંડાય માત્ર પ્રજા, હાલ જિલ્લા કલેક્ટરે ૧૪૪ ની કલમ જિલ્લામાં લાગુ કરી છે. એટલે ૩ વ્યક્તિથી વધુ કોઈ ટોળે ના વળે, હવે બીજી બાજુ ધુળેટી માટે તંત્ર આવક નો સ્ત્રોત જુવે છે લોકોની જિંદગી જાેખમાય તેની કોઈ દરકાર નહિ, શાળા કે કોઈ સરકારી કચેરી માં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો ૧૫ દિવસ માટે તે બંધ કરાવી દેવામાં આવે છે,  ફૂડ કોર્ટ માં પાંચ કર્મચારીઓ પોઝિટિવ આવે છે તે નથી બંધ કરાતું કે નથી કોઈનો ટેસ્ટ કરવામાં આવતો કેમ તેમનો ધંધો બગડે એટલે તો રાત્રી કર્ફ્‌યુમાં કેટાય ગરીબો ના ધંધા રોજગાર બગાડ્યા તેનું શુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution