ઝાલોદ, ઝાલોદ નગરમાં કોરોનાના કેશોમાં વધારો નોંધાતા લોકોમાં ગભરાટ જાેવા મળ્યો હતો. કોરોનાના વધતા કેશો અને સપ્તાહમાં એકવાર વિસ્તારો સેનિટાઇઝ્‌ડ કરવા માટે રવિવારે તમામ વાણિજ્ય સેવાઓ બંધ રાખવા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ અપીલ કરવામાં આવી હતી.જેમાં ઝાલોદ નગરમાં રવિવારના દિવસે તંત્રની તપાસ દરમિયાન વધુ પાંચ દુકાનો ખુલ્લી જાેવા મળતા સીલ કરવામાં આવી હતી.કોરોને ડામવા માટે તંત્ર કામે લાગ્યું છે.ત્યારે તંત્રના આદેશનો ભંગ કરવામાં આવતા દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરાતા નગરમાં ફફડાટ જાેવા મળ્યો હતો. રાજ્ય સરકારે કોરોના સંક્રમણથી બચવા માટે ગાઇડલાઇન તૈયાર કરી છે. ઘણાં વેપારી સમુહ સ્વયંભૂ લોકડાઉન કરે છે જેથી ચેપ ન લાગે. ઝાલોદમાં પણ રવિવારે તમામ વેપારની સેવાઓ બંધ રાખવાનું જણાવાયું હતું. પરંતુ ઘણાં વેપારીઓએ આ નિયમોનું પાલન નહીં કરીને દુકાનો ખુલ્લી રાખી હતી. પાલિકાના અધિકારીઓ જ્યારે દુકાનો ખુલ્લી છે કે નહીં તેની તપાસ માટે નીકળ્યા હતા ત્યારે તેઓએ પાંચ દુકાનો ખુલ્લી જાેઇ હતી. તેઓ આ દુકાનો સીલ કરી દીધી હતી. દુકાનો સીલ મારતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કોરોના સંક્રમણ ન વધે તે માટે પાલિકાએ કડક વલણ અપનાવ્યું હતું. વિસ્તારોમાં સેનિટાઇઝેશન થાય તે જરૂરી બન્યું હતું.