વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને પીઢ કોંગ્રેસી નેતા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય તથા હાલમાં ભાજપમાં જાેડાઈને માટીકામ બોર્ડના અધ્યક્ષનું પદ શોભાવનાર દલસુખભાઈ પ્રજાપતિ જયારે કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપને પેટ ભરીને ભાંડતા હતા.એમના પગલે પગલે પુત્ર પણ એ દિશામાં આગળ વધ્યો હતો. હવે સમયનો રૂખ બદલાતા ભાજપને પેટ ભરીને ભૂતકાળમાં ભાડનાર પિતા-પુત્રે પોતાનું વિશાળ સામ્રાજ્ય સાસચવવાને માટે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરીને લક્ષ્મીના પુષ્પ કમળનો સ્વીકાર કર્યો હતો. હવે ભૂતકાળમાં કોંગ્રેસના નામે મતની ભીખ માગનાર પિતા પુત્રની જાેડી પોતાના વિસ્તારમાં વોર્ડ-૮માં ભાજપના નામે મત લેવાને માટે નીકળશે. આમ એકાએક રાતોરાત કાચિંડાની માફક રંગ બદલનાર પિતા પુત્ર સામે વોર્ડ-૮માં અત્યારથી જ રોષ પ્રગતિ રહ્યો છે. તેમજ આવા રંગ બદલનારાઓને જાકારો આપવાને માટે મતદારો પહેલા ખુદ પક્ષના જ અસંતુષ્ઠ કાર્યકરો પડદા પાછળ સાઇલન્ટ કાર્ય કરે તો નવાઈ પામવા જેવું રહેશે નહિ. રાજકીય ક્ષેત્રને લાગે વળગે છે ત્યાં સુધી જેમના લોહીમાં વફાદારી નામની લગીરે છાટ જાેવા મળતી નથી. એવા દલસુખભાઈ પ્રજાપતિ અને એમના પુત્ર રાજેશને જાકારો આપવામાં આવે એવો ભય કાર્યકરોને સતાવી રહ્યો છે. આ બંનેએ ભૂતકાળમાં દલસુખભાઈ મેયરપદે હોવા છતાં પોતાના વિસ્તારનો લગીરે વિકાસ કર્યો નથી. એ વાત આજે પણ મતદારોના મનમાં ઘર કરી ગયેલી છે. ત્યારે એ સંજાેગોમાં રાજેશ પ્રજાપતિને વોર્ડ-૮ની ચૂંટણીમાં મતદારોના નિરુત્સાહ-નારાજગીનો સામનો કરવો પડશે એમ પક્ષના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. આ વોર્ડમાં અનેકવિધ સમસ્યાઓ વર્ષોથી યથાવત છે. ત્યારે એ બાબતે મતદારોના સંપર્ક વખતે પણ અણીયારા પ્રશ્નોનો એમને સામનો કરવો પડશે એવી ભિતયી ખુદ પક્ષના કાર્યકરોને સતાવી રહી છે.