ન્યુ દિલ્હી,તા.૧૭

એક તરફ દેશમાં કોરોના વાયરસ મહામારીને પગલે લાગેલ લોકડાઉનને કારણ ૩ મહિનાથી દેશ અને દેશવાસીઓની આર્થિક Âસ્થતિ નબળી પડી છે ત્યાં ઉપરથી હવે દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. આ Âસ્થતિમાં જ્યારે સરકારે લોકોને રાહતો આપવી જાઈએ ત્યાં ભાવવધારાથી લોકોના ખિસ્સા પર વધારાનો બોજ પડ્યો છે. આજે પણ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૫૫ પૈસાનો અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૬૯ પૈસાનો વધારો ઝીંકાયો છે. ત્યારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૭૭.૨૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૭૫.૭૯ પ્રતિ લીટર થઈ છે.

છેલ્લા ૧૧ દિવસમાં પેટ્રોલ પર ૬.૦૦ રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયુ છે, ડીઝલમાં ૬.૪૦ રૂપિયા પ્રતિ લીટર ભાવ વધ્યો છે, જેનો માર મધ્યમવર્ગ વેઠી રહ્યો છે.