રાજપીપળા,  ગુજરાતના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે આખા ત્રીજથી આગામી ૩૦ જૂન સુધી સરકાર સરોવર નર્મદા ડેમ માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનો ર્નિણય કર્યો છે.હાલમાં નર્મદા ડેમની મુખ્ય કેનાલ માંથી રોજ ૧૫૦૦૦ ક્યુસેક જેટલું પાણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પહોંચડાય છે.જાે કે આ ર્નિણય બાદ સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજાે લીટર પાણીથી ભરાશે.નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે ઉપરાંત તળાવો નાની નદીઓ ભરવામાં આવશે.સરદાર સરોવર નર્મદા ડેમમાં તેની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે ૨૦૦૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.ગુજરાત સરકાર નર્મદા કેનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કેનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી અખા ત્રીજથી ૩૦ મી જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કા વાર સિંચાઈ માટે પાણી પૂરું પાડશે.ઉનાળો ચાલુ થાય ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઉભી થતા આ ર્નિણય લેવાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે ૩૦ મી જૂન સુધીના સમગ્ર નર્મદાના કમાન્ડ એરિયામા સરદાર સરોવરપ્રોજેક્ટ-સમર સિંચનથી ગુજરાતના ૨૦ જિલ્લાઓમાં ૩૫ જળાશયો, ૧૨૦૦ જેટલા ગામ તળાવ અને ૧૦૦૦ થી વધુ ચેકડેમો હાલમાં ૪૫૩ અબજ લિટર પાણીથી ભરાઈ રહ્યા છે.