વડોદરા, તા. ૨૯

રાજ્યમાં પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રદીપ મિશ્રાના કંઠે શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિરાટ કથા વિશાળ પંડાલોની સુવિધા કરવામાં આવી છે. જેમાં વિવિધ રાજ્યોમાંથી પચીસ હજાર ઉપરાંત ભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે.

માહેશ્વરી સમાજના બહેડિયા પરીવાર દ્વારા લક્ષ્મીદેવી અને પન્નાલાલજીના પૌત્ર સ્વ. કાવ્યની સ્મૃતિમાં ભવ્ય શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કથા આગામી તા. ૩ ડિસેમ્બરથી તા. ૯ ડિસેમ્બર સુધી યોજાશે. આ ભવ્ય કથા લેપ્રસી ગ્રાઉન્ડ , આજવા રોડ ખાતે યોજાશે. જ્યાં બાર જ્યોર્તિલીંગ અને નવનાથ મહાદેવના નામે એકવીસ વિભાગ અનુસાર પંડાલ બનાવવામાં આવ્યા છે. જયાં કથા સાંભળવા આવનાર ભક્તો માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત તમામ ભક્તો માટે ચા – પાણી તેમજ મેડીકલની સુવિધા ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કથા સાંભળવા માટે સમગ્ર રાજ્યમાંથી ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્ર ખાતેથી પચીસ હજાર ઉપરાંત ભક્તો આવશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાળવા માટે છ હજારથી વધુ સ્વંયસેવકો પણ જાેડાયેલા છે.