ચેન્નાઈ-

પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુને નોટીસ ફટકારીને તેમની અટક કરી લેવામાં આવતા તેમણે એરપોર્ટ ફ્લોર પર જ બેસી જઈને વિરોધ પ્રદર્શન શરૂ કરી દેતાં નાટકીય ઘટનાક્રમ બન્યો હતો. 

તેલુગુદેશમ પાર્ટીના વડા રેનુગુન્ટાને નોટીસ ફટકારાઈ હતી અને પોલીસે તેમાં દાવો કર્યો હતો કે, જો તેમને તેમનું પ્રદર્શન યથાવત રાખવા દેવામાં આવશે તો રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓને પૂરતા બંદોબસ્ત સાથે પાર પાડવાનું મુશ્કેલ બનશે. પોલીસે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં જે નવા વાયરસના કોરોના સ્ટ્રેનનું જોખમ ઊભું થયું છે, તેના ફેલાવાનો ડર પણ છે. નાયડુએ જણાવ્યું હતું કે, પોલીસે તેમની સાથે અને તેમના પક્ષના કાર્યકરો સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેમને અટકમાં લઈ લીધા હતા.